રાજ્ય માં પેટ્રોલ સસ્તું થયું ; વિમાનો માટે રૂ.50 નું લીટર ભાવ કરાયો, વિમાનો માટે પેટ્રોલ પર હવે માત્ર 1 % ટેક્સ કરાયો પણ સામાન્ય વાહનો માટે 26% ટેક્સ વસૂલ કરાશે !!

0
260

રાજ્ય સરકારે વિમાન માટેનું પેટ્રોલ સસ્તું કરી હવે એક લીટરે રૂ.50 કરી દીધું છે જોકે, આ નિર્ણય માત્ર વિમાન માટે જ લેવાયો છે જેથી અમીર વર્ગ ને ફાયદો થશે પરંતુ વાહનો માટે જનતા ને રાહત આપવા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી વાહનો માટે તો લીટરે રૂ.100 જ ચૂકવવા પડશે.
વિમાન માટેના પેટ્રોલ પર હવે માત્ર 1 % ટેક્સ, સામાન્ય વાહનો માટે 26% ટેક્સ યથાવત્ રાખવા સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ચાલતી હવાઇ સેવા ને ઉત્તેજન મળતુ રહે અને ફ્લાઇટ નો ધંધો ચાલે તે માટે એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ પરનો વેરો ગુજરાત સરકારે 10 વર્ષ માટે બિલકુલ માફ જ કરી દીધો છે.

નાણાંવિભાગે બહાર પાડેલાં પરિપત્રમાં આ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ઉડાન સ્કીમ હેઠળની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જે ગુજરાતના જ બે શહેરોને જોડતી હોય તેવાં વિમાનો, વોટર એરોડ્રોમ એટલે કે સી પ્લેન તથા રાજ્યમાં જ ચાલતાં પેસેન્જર હેલિકોપ્ટર સેવા માટેના એટીએફ પર એક ટકો ટેક્સ જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલ ગુજરાત સરકાર સામાન્ય વાહનો માટે લિટરે પેટ્રોલ-ડીઝલ પર 26 ટકા ટેક્સ વસૂલે છે, એટીએફ પર 38 ટકા વસૂલાતાં હતાં તે હવે માત્ર એક ટકો કરી દેવાઇ છે. હાલ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયા છે જ્યારે એટીએફનો ભાવ લીટરે માત્ર 50 રૂપિયા જેટલો કરવાની સરકાર ની નીતિ સામે લોકો કહી રહ્યા છે કે વાહનો માટે ભાવ ઓછા કરશો તો મોંઘવારી કાબુ માં આવશે અને સામાન્ય નાગરિકો માટે પણ કંઈક વિચારો તો પ્રજા ને લાભ મળશે બાકી સામાન્ય માણસ વિમાન માં મુસાફરી કરતો નથી તેથી ફાયદો અમીર લોકો ને થશે કે જેઓ ને સામાન્ય નાગરિક જેટલી તકલીફ નથી.