12 C
Ahmedabad
Friday, January 28, 2022

રાજ્ય માં રેસિડન્ટ તબીબો આજથી હડતાળ પાડશે,દર્દીઓ ની સારવાર માં આવશે મુશ્કેલીઓ

Must read

રાજ્ય સરકાર દ્વારા NEET PG કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરવા મુદ્દે ધ્યાન નહિ અપાતા આખરે રેસીડેન્ટ તબીબો દ્વારા આજે હડતાળ નું એલાન કરાયું છે પરિણામે સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ ની સારવાર માટે તકલીફો ઉભી થઇ શકે છે.
રાજ્યના રેસીડેન્ટ તબીબોએ આજે બુધવારની હડતાલનું એલાન કરતા બુધવારે મેડીકલ કોલેજના સ્ટુડન્ટસ તથા મેડીકલ ઓફ્સિરને સેવા બજાવવી પડશે.
વિગતો મુજબ NEETપી.જી.ની કાઉન્સેલિંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલાવાથી રેસીડેન્ટ ડોક્ટર્સની આમેય અછત છે ત્યારે નોન એકેડમિક જુનિયર રેસીડન્ટ ડોક્ટર્સની નિમણુક તબીબી અધિક્ષક હેઠળ હોસ્પિટલમાં કરવામાં આવે. ઉપરાંત સિનીયર રેસીડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. જેથી કુશળ તબીબો મળી રહે. યુ.જી., પી.જી. અને સુપર સ્પેશ્યાલીટી રેસીડન્ટ ડોક્ટર્સ માટે સળંગ બોન્ડ પદ્ધતિ લાગુ કરવામાં આવે, બોન્ડેડ તબીબોની નિમણુક અને કામગીરીની ફળવણી તેમની સ્પેશ્યાલીટી પ્રમાણે થાય.
જે બાબતે વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહિ આવતા આખરે આજે તા.૮ ના સવારે ૭ વાગ્યાથી ઓ.પી.ડી. અને સંપૂર્ણ ઈમરજન્સી સેવાથી રેસીડેન્ટ તબીબો અળગા રહી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે હડતાળ ને પગલે સિવિલ અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ની સારવાર માં પરેશાની ઉભી થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article