રાજ્ય સરકારે ખુદ વિગતો જાહેર કરી:- વિમાનો-હેલિકોપ્ટર પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.41,77,12,515 કરોડનો થયો ખર્ચ!

0
35

રાજ્ય સરકારે પ્લેન, જેટ પ્લેન અને હેલિકોપ્ટર પાછળ છેલ્લા બે વર્ષમાં દરમિયાન કુલ રૂ.41,77,12,515 કરોડનો અધધ ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. સરકારે ખર્ચાની આ વિગતો વિધાનસભામાં જાહેર કરી હતી.

દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના પ્રશ્નના લેખિત જવાબમાં જાહેર કર્યું હતું કે, 2021 અને 2022ના કેલેન્ડર વર્ષ દરમિયાન એરોપ્લેન પાછળ રૂ. 9.10 કરોડ, જેટ એરોપ્લેન પાછળ રૂ.24.06 કરોડ અને હેલિકોપ્ટર પાછળ રૂ. 8.61 કરોડ ખર્ચ થયો છે.

રાજ્ય સરકારે આ વિમાનો માટે અમદાવાદ ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને આ સમયગાળા દરમિયાન રૂ. 30,64,054 પાર્કિંગ ભાડા પેટે ચૂકવ્યા છે.

દરમિયાન રૂ.13 કરોડના ખર્ચ પછી પણ સી-પ્લેન સેવાનું ફીન્ડલું વળી ગયું છે,ખૂબ જોરશોરથી શરૂ થયેલી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા બંધ ગઈ છે અને ફરી ચાલુ થાય તેવુ જણાતું પણ નથી. તા.31-10-2020થી શરૂ કરીને પાંચ મહિના 10 દિવસ સુધી ચાલેલી આ સી-પ્લેન સેવા પાછળ રાજ્ય સરકારે રૂ.13,15,06,737નો ખોટો ખર્ચ કર્યો હોવાની વિગતો પણ વિધાનસભામાં જાહેર થતાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચ અંગે સરકારે ખુદ વિગતો આપી છે.