રાહુલ ગાંધીનું જનતાને વચન :-ખેડૂતોનું દેવું માફ થશે,રૂ. 500માં ગેસ-સિલિન્ડર અને 300 યુનિટ વીજળી ફ્રી આપીશ !

0
39

રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે કોંગ્રેસના રાહુલ ગાંધીએ જનતાને અપીલ કરી છે કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ખેડૂતોનું દેવું માફ થશે,રૂ. 500માં ગેસ-સિલિન્ડર અને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે.

અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી જનતાની સરકાર નામથી જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીના ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ સરકાર બને તો નાગરિક અને સરકાર બંને વાયદા ભૂલી જાય છે પણ કોંગ્રેસ એવું નહી કરે અને વાયદા પાળી બતાવશે.

તેઓએ રાજસ્થાનનો દાખલો આપતા ઉમેર્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસે ચૂંટણી જીત્યા બાદ કેબિનેટમાં મેનિફેસ્ટો મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ ગુજરાતમાં વાયદા પૂરા કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું, જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવો, તેથી અમે એ મુજબ કર્યું છે

અશોક ગેહલોતે અમદાવાદમાં મેનિફેસ્ટો જાહેર કર્યો હતો ત્યારે મંચ પર રઘુ શર્મા, જગદીશ ઠાકોર,દીપક બાબરીયા,ભરતસિંહ સોલંકી,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, પવન ખેરા, અમી યાજ્ઞિક, અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા છે.
આમ,ભાજપ તથા આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ જનતા માટે વાયદા કર્યા છે અને ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.