રાહુલ ગાંધીનો નકલી PA ઝડપાયો! કોંગ્રેસના નેતાઓને ટિકિટ અપાવવા પૈસા માંગવા જતા ભેરવાયો !

0
26

રાહુલ ગાંધીનો નકલી PA બનીને વાત કરનાર ચાર ચોપડી ભણેલો શાકભાજી વાળો ઝડપાયો! કોંગ્રેસના નેતાઓને ટિકિટ અપાવવા પૈસા માંગ્યા હતા

ગુજરાતમાં ચૂંટણી આવતા ટીકીટ અપાવવા ઘણા ઠગ લોકો સક્રિય થઈ જતા હોય છે અને હાઈ કમાન્ડ માં ઉંચી લાગવગ હોવાનું કહી મોટી મોટી વાતો કરી પૈસા પડાવતા હોય છે ત્યારે વડોદરામાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સત્યજીસિંહ ગાયકવાડને પણ આવા ઠગનો અનુભવ થયો હતો અને  રાહુલ ગાંધીના પીએના નામે ફોન કરી વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળી જશે તેમ કહી રૂપિયાની માંગણી કરનાર ઠગને સાયબર ક્રાઇમની ટીમે પંજાબના અમૃતસરથી ઝડપી લઈ રિમાન્ડ ઉપર લીધો છે.

કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસના નેતા સત્યજીસિંહ ગાયકવાડને ફોન કરી ટીકીટ અપાવવાની લાલચ આપી રૂપિયાની માંગણી કરનાર ઠગનું લોકેશન પંજાબના અમૃતસરનું મળતા પોલીસ પંજાબ પહોંચી હતી અને અમૃતસરમાં ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોચ ગોઠવી આરોપી રજતકુમાર પ્રવેશકુમાર મદાન (રહે. પીપયાવાલી ગલી, ગુરૂનાનક નગર, પન્નુ ડેરી સામે, ચબાલ રોડ, અમૃતસર, પંજાબ)ને ઝડપી લીધો હતો.

આરોપી રજતકુમાર મદાન મૂળ હરીયાણાના સીરસા જીલ્લાના ડબવાલીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ ઠગ માત્ર 4 ધોરણ ભણેલો હોવાનું અને શાકભાજીનો ધંધો કરતો હોવાનું ખુલ્યું છે.
પોલીસે ઠગ રજતની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આ ઠગને રિમાન્ડ ઉપર લઈ વધુ પૂછતાછ કરી રહી છે.