રાહુલ ગાંધી ના ચાબખા :કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી

મહેસાણા માં આજે રાહુલગાંધી એ મોદી સરકાર પર રીતસર હલ્લો બાલાવ્યો હતો અને જોરદાર ચાબખા માર્યા હતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં જંગી રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેનો સાથ આપશે. રાહુલે કહ્યું હતું કે કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ મોદીનું નાટક છે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના નબળા અને મિડલ ક્લાસ લોકો પર ત્રાસ ગુજાર્યો છે. પાટીદાર આંદોલન પર બોલતા રાહુલે કહ્યું કે પાટીદારોએ શાંતિથી આંદોલન કર્યું તો પણ સરકારે તેમની મહિલાઓ અને બાળકોને માર્યા હતા. ડીસામાં મોદીએ સભા ગજવ્યાના 10 દિવસ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 9 વર્ષ બાદ મહેસાણાના આંગણે પહોંચ્યા છે.
મોદી સરકારે ખેડૂતો અને ગરબીનો પરેશાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ્યું એ નથી આપ્યું અને તેમની જમીન હડક કરવામાં આવી રહી છે. પાટીદારોએ શાંતિથી ભાઈચારાથી આંદોલન કર્યું, હિંસા પણ નહોતી કરી. છતાં પણ સરકારે મહિલાઓ અને બાળકોને માર્યા હતા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે. લોકો ડરીને રહે છે. મોદીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા
દેશના 1% અમીરોને દેશનું 60% ધન પકડાવી દીધું છે. આજ લોકો મોદી સાથે પ્લેનમાં અમેરિકા, ચીન જાય છે. કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી, આ 1% લોકો પાસે છે. મોદી આ બધું સારી રીતે જાણ છે. 2014માં મોદીએ ભાષણમાં કહ્યું હતું કે, ભારતનું કાણું નાણું વિદેશી બેંક એકાઉન્ટ્સમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, કાણું નાણું પરત લાવીશ.  સ્વિટ્ઝરલેન્ડની બેંકોએ તમને લિસ્ટ આપ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે તે બધાંના નામ સંસદમાં કેમ જાહેર ન કર્યા? કેમ આ લોકોને બચાવી રહ્યા છે.
રાહુલ ગાંધીના સંબોધન પહેલા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ મોદી સહિત ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વાધેલાએ કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 15થી વર્ષથી ભાજપે કંઇ નથી કર્યું. મોદીના એક નિવેદન પર કટાક્ષ કરતા વાધેલાએ કહ્યું હતું કે તમે એવા તો શું પાપ કર્યા છે કે લોકો તમને મારી નાખે. મોદીએ લોકો સાથે છેતરપિંડી કરી તેમની લાગણીને છંછેડી છે. લોકો હિસાબ માંગી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ પ્રંસગે કહ્યું હતું કે, જો  રાહુલ પીએમ બન્યા હોત તો કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ગયો હોત. ઉત્તર ગુજરાતમાં ભાજપનો સફાયો થયો છે. ભાજપ સરકારમાં ગુજરાત સહિત દેશમાં લોકોની બેકારી વધી છે. ગુજરાતમાં તમામ લોકો દુઃખી છે. લોકોને છેતરવામાં આવી રહી છે. RSS એ મહાત્મા ગાંધીનું ખૂન કર્યું છે, નોટબધી પછી ભાજપના નેતાએ ડઘાઈ ગયા છે.
રાહુલ પહેલા સભાને સંબોધન કરતા કોંગ્રેસના મુકુલ વાસનિકે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની આજની સભાથી ઈતિહાસ સર્જાશે. કેન્દ્ર સરકાર મીડિયા પર અકુશ લગાવીને બેઠી છે. તેમણએ ‘રાહુલ ગાંધી જિંદાબાદ, નરેન્દ્ર મોદી નહીં ચલેગા ચલેગા’ના નારા લગાવ્યા હતાં. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશના લોકો માટે કોંગ્રેસે જીવની કુરબાની આપી દીધી. ભાજપે દેશવાસીઓને હજુ સુધી કશું આપ્યું નથી.
રાહુલ ગાંધીની સભાને પગલે મહેસાણા સહિત 4 જિલ્લાઓની પોલીસ તૈનાત કરાઇ હતી. જેમાં એસપી, 6 ડીવાયએસપી, 48 પીએસઆઇ, 16 પીઆઇ, 150 મહિલા પોલીસ, 450 કોન્સ્ટેબલ, 3 કેમેરામેન, 2 એમ્બ્યુલન્સ તૈનાત કરાઇ છે.
આજે રાહુલ ગાંધી મહેસાણાની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધીને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જ્યારે કોંગ્રેસ દ્વારા હાજર મહિલાઓને ટોપી આપી હતી. જ્યારે બીજી બાજુ લોકો કપડાં પર ઝંડા લગાવીને મેદાનમાં આવી પહોચ્યાં હતાં. આ ઉપરાંત રાહુલ ગાંધી આવકારવા માટે મહિલાઓ સહિત અન્ય લોકોએ ડાન્સ પણ કર્યો હતો.
રાહુલ ગાંધી આજે મહેસાણાની મુલાકાતે આવ્યા છે. જ્યારે ઊંઝા ઊમિયા માતા મંદિરની પણ મુલાકાત લીધી હતી. જોકે રાહુલ ગાંધી મહેસાણામાં 9 વર્ષ પછી આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું. જેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ ઉપરાંત રાહુલ ગાંધીના આવકારવા માટે આખા મહેસાણામાં બેનરો અને કોંગ્રેસની ઝંડીઓથી સણગારવામાં આવ્યું હતું. આમ મહેસાણા માં કોંગ્રેસ નો જબરજસ્ત માહોલ જણાયો હતો.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com