ગોંડલ અને રીબડાના બે દરબાર ગ્રૂપ સામ સામે આવી જતા તંગદીલીનો માહોલ છે આવા સમયે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તે કોઈ ‘બળિયા’ નથી !!
જયરાજ સિંહે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું કે પોતાની સામે રીબડા જૂથ કોઈ કેટેગરીમાંજ આવતુ નથી કારણ કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પૂજ્ય પિતાજી 1998ની સાલથી મારી સામે હારતા આવ્યા છે બે વખત તેઓ મારી સામે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પામેલા છે એટલે જૂથ તરીકે અથવા બાહુબલી તરીકે તેમને સંબોધવા યોગ્ય ન કહેવાય.
એ લોકોની પ્રવૃત્તિ આખી અલગ છે અને અમારી પ્રવૃત્તિ તદ્દન અલગ છે આ વખતનો ગોંડલ બેઠકનું પરિણામ ઐતિહાસિક આવશે તેવું મારું માનવું છે જે રીતે મતદારોનો મેં મિજાજ જોયો છે જે રીતે મતદારોની ભારતીય જનતા પાર્ટી તરફની તરફેણને નિહાળી છે તેના પરથી હું ચોક્કસપણે એવું કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થશે અને તેની જીતની નોંધ સમગ્ર સૌરાષ્ટ્રમાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
આમ,પોતાની સામે રીબડા પરિવાર કોઈ બળિયા જૂથ નહિ હોવાની વાત કરી ગીતાબાની જંગી મતોથી જીત થશે તેમ દાવો કર્યો હતો.