‘રીબડા પટ્ટો અમારો છે એવું કહેનારના દસ્તાવેજો રદ્દ થઈ ગયા છે!’ જયરાજ સિંહ જાડેજાનું નિવેદન

0
51

ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્રની સૌથી બહુ ચર્ચિત બેઠક ગોંડલ પર રીબડા જૂથ અને ગોંડલ જૂથના વચ્ચે ચાલતી માથાકૂટ વચ્ચે આખરે ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા કુલ 86,062 મતની લીડ સાથે જીતી ગયા છે જ્યારે રીબડા જૂથ કે જેઓએ કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈને સમર્થન કરી પ્રચાર કર્યો હતો તે યતિશ દેસાઈ હારી ગયા છે.

આ વખતે ભાજપે રાજકોટમાં સાતેય બેઠક પર જીત મેળવી છે.
ગોંડલમાં ભાજપના ગીતાબા જાડેજાની જીત થઈ હતી.

નોંધનીય છે કે રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજા, કોંગ્રેસના યતિશ દેસાઈ અને આપના નીમીષા ખૂંટ વચ્ચે ખરાખરીનો જંગ હતો જેમાં ગીતાબા વિજયી બન્યા છે.

ગોંડલમાં ગીતાબા જંગી લીડ સાથે જીતી જતા તેમના પતિ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,’રીબડા પટ્ટો અમારો છે એવું કહેનારના દસ્તાવેજો રદ્દ થઈ ગયા છે!’
આમ,ગોંડલમાં ભાજપનું પલ્લું ભારે રહ્યું હતું.

મહત્વનું છે કે ગોંડલ બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2017ની ચૂંટણીમાં ભાજપના ગીતાબા જાડેજાનો કોંગ્રેસના અર્જૂન ખાતરિયા સામે વિજય થયો હતો.