‘લવ જેહાદ’ના કિસ્સામાં કડક કાયદો લાવવા ઉઠી માંગ : હિન્દૂ સંગઠનો લાલઘૂમ

0
22

દિલ્હીમાં શ્રદ્ધાની હત્યા બાદ હિન્દૂ સંગઠનો લાલઘૂમ છે અને ભારે વિરોધ થતાં શ્રદ્ધાનો ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે છે.
લવ જેહાદની ઘટનાઓ વિરુદ્ધ હિન્દુ યુવતીઓ અને મહિલાઓને સુરક્ષા આપવા માટે હિન્દૂ સંગઠનો એક થઈ ખાસ અભિયાન શરૂ કર્યું છે અને લવ જેહાદ માટે કડક કાયદાના અમલની માંગ ઉઠી છે.
લવ જેહાદનો હિસ્સો નહિ બનવા યુવતીઓમાં જાગૃતિ લાવવા પ્રયાસો ચાલુ થયા છે ત્યારે વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને સાવલી પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.

દેશમાં લવ જેહાદની થયેલી ઘટનાઓ પણ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે છે. ત્યારે કેન્દ્ર સરકાર જેહાદ વિરુદ્ધ તરત કાનૂન બનાવે અને લવ જેહાદ ઘટનાઓ વિશે સમાજને સાવધાન કરે તે જરૂરી છે. આવેદનપત્રમાં હરિયાણામાં નિકિતા તોમરની હત્યા, દિલ્હીમાં હિન્દુ છોકરીની ગોળી મારીને હત્યા, ઝારખંડમાં હિન્દુ યુવતીની હત્યા, દિલ્હીમાં શ્રદ્ધાના ટુકડે ટુકડા કરી હત્યા, ગુજરાતના વડોદરામાં ધર્મ છુપાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન માટે ધમકાવવા જેવા બનાવોનો ઉલ્લેખ કરી આવી ઘટનાઓ રોકવામાં આવે તેમજ કેન્દ્ર સરકાર કડક કાનૂન બનાવીને દેશની બહેન બેટીઓની રક્ષા માટે માગણી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધિકારીઓ અને આગેવાનોએ વડોદરાના સાવલી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યુ હતું.