લાઠી તાલુકાના પાડરશીંગા ગામનો અંદરનો ( બાય પાસ થી બાય પાસ) નવીનીકરણ કરેલ ૧ કી.મી.રોડ બે વર્ષમાં ભાંગીને ભુક્કો થયો..આને કહેવાય ભ્રષ્ટાચાર નો વિકાસ…!!? જીલ્લા પંચાયત હસ્તકના માર્ગો ક્યાંક સારા તો ક્યાંક વધુ ખરાબ જોઈને એવું લાગે કે વાહ, વિકાસ બોલવામાં ક્યા કોઈને રૂપિયા દેવા પડે છે..!! વરને વરની માં જ વખાણે…પણ,પરંતુ જ્યારે જાહેર બાબતોની વાત આવે ત્યારે અકસ્માત થાય એવા રસ્તાઓની હાલત જોવામાં આવે ત્યારે આ ધબકતું ગુજરાત ૨૧મી સદીનું છે
કે ૧૫મી સદીનું…આ તસ્વીર અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના પાડરશીંગા ( દામનગર – ગારિયાધાર રોડ) ગામમાં જવાનો અંદાજે ૧ કી.મી.થી થોડો વધારેના માર્ગની બે વર્ષ થયા,નવિનીકરણ કરવામાં આવ્યું હતું…આજની તારીખે આમતો ઘણા મહિનાઓથી આ માર્ગની હાલત એટલી બધી ખરાબ છે કે વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે.અરે ચાલીને જવું તો વધારે કઠિન બને છે.તૂટેલા આ માર્ગ પરથી ઓફિસમાં બેસતા અધિકારીઓ અને ધારાસભ્ય અને સાંસદ ને ચલાવવા જોઈએ..અખબારોમાં ચમકતા જન પ્રતિનિધિઓ ખરેખર લોક સેવકો છે ખરા…જો હા તો ગામડાના લોકોને પડતી તકલીફો,વિદ્યાર્થીઓ અને સીનીયર સિટીઝન વડીલોની પણ દરકાર કરવી જોઈએ…તસવીરમાં દૃશ્યમાન રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ રસ્તાની હાલત સારી કરવામાં આવે તે જરૂરી છે…જોઈએ હવે આ સમસ્યાને હલ કરવા કોણ તૈયાર થાય છે