લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે ઈસમોએ જાહેરમાં યુવક ઉપર કર્યો હુમલો

0
65

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે અને રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા નામના યુવાન ઉપર દેવાયત ખવડ અને તેમના સાથીદારે  હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યા છે જેના સનખેજ સીસીટીવી ફૂટેજ સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.

રાજકોટના પુષ્કર એપાર્ટમેન્ટ પાસે દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ થયો છે.

આ હુમલામાં પીડિત યુવકના પગમાં ગંભીર ઇજાઓ થઈ છે.
પીડિત યુવકનું નામ મયુરસિંહ હોવાનું સામે આવ્યું છે જેઓને ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કહેવાય છે કે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે.
હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.