12 C
Ahmedabad
Friday, January 28, 2022

લ્યો.. CNG માં ફરી ભાવ વધારો ઝીંકાયો, પ્રતિ કિલો હવે ₹ 65.74 ચૂકવવા પડશે !

Must read

રાજ્ય માં એક તરફ કોરોના માં ધંધા રોજગાર ઉપર ખુબજ ખરાબ અસર પડી છે અને મોંઘવારી બેકાબુ છે અને સામાન્ય માણસ ના બજેટ ખોરવાઇ ગયા છે એમાંય પેટ્રોલ-ડીઝલ ના અસહ્ય ભાવો બેફામ રીતે વસુલ કરાયા બાદ લોકો સીએનજી વાહનો તરફ વળ્યા તો હવે તેમાં પણ ભાવ વધારો ચાલુ રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
અદાણી ગેસે સીએનજી ના ભાવો વધારી દીધા છે,જેમાં પ્રતિ કિલો એ 75 પૈસા વધી ગયા છે પરિણામે નવો ભાવ પ્રતિકિલો એ 65.74 રૂપિયા થઈ ગયો છે.
અત્રે નોંધનીય છે કે સીએનજી ના વધતા જતા ભાવ વધારા ને પગલે અગાઉ પણ રીક્ષા ચાલકો દ્વારા હડતાળ નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સીએનજી માં ભાવ વધારો ઝીંકાયો છે.
એક તરફ રાજ્યમાં કોરોના મહામારીને કારણે જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો થયો છે, પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવતા CNG વાહનચાલક પર વધુ બોજ પડશે. ત્યારે હવે અદાણી ગેસે ભાવ વધારો કરાવાનો નિર્ણય લીધો છે જેનો રિક્ષા યુનિયનો વિરોધ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ સામાન્ય જનતા CNG તરફ વળી છે એવામાં CNGના ભાવોમાં વધારો કરવામાં આવતા મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવતા લોકો ત્રાસી ગયા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article