વંથલી પંથકમાં પવન સાથેના કમોસમી વરસાદે કેરી અને ચીકુના પાકનો સોથ વાળી દીધો

0
32

વંથલી શહેર તથા તાલુકો ખેતી પાકો કરતા વધુ બાગાયતી પાકો માટે જાણીતો છે વંથલીના કેરી ચીકુ સીતાફળ રાવણા સમગ્ર દેશમાં પ્રખ્યાત છે હાલમાં કેરી ચીકુની સિઝન ચાલી રહી છે એવામાં કાલે બપોર બાદ અચાનક જ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે આંબા પર તૈયાર થઈ રહેલી કેરી ખરી ગઈ છે આ ઉપરાંત ચીકુના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે એક વર્ષમાં એક જ વાર બાગાયતી પાકોનું ઉત્પાદન લેતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો જુટવાઈ ગયો છે જુનાગઢ જિલ્લામાં કાલે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અચાનક બપોર બાદ વંથલી પંથકમાં અડધાથી લઈ એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો વંથલી તાલુકાના મોટાભાગના ગામોમાં પવન અને કરા સાથે વરસાદે ખેતી અને પાકોને નુકસાન કર્યું છે બંધડા, બોડકા, શાપુર નાના કાજલીયાળી બંટીયા ઘંટીયા બાલોટ સાંતલપુર અને વંથલી પંથકમાં ઘઉં ધાણા એરંડા જીરુ સહિતના પાકને મોટું નુકસાન ગયું છે વંથલી પંથકના બાગાયતી ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વર્ષમાં એક જ વાર આંબા અને ચીકુડી પર ફળ આવે છે અને તેનું ઉત્પાદન મેળવી ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કર્યું છે જેથી વંથલી પંથકમાં તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે