વડોદરાના ડભોઈના કોંગી ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલારે પ્રચારમાં જાહેરમાં રૂપિયા વહેંચતા વિવાદ !

0
27

વડોદરાન ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર હાલમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી પ્રચારમાં લાગી ગયા છે. તેઓએ પ્રચાર દરમિયાન ભાયલીમાં લોકોને પૈસા આપતા હોવાના ફોટા અને વીડિયો વાયરલ થતા ભારે હંગામો મચ્યો છે.

ગત વિધાનસભાની ચૂંટણી બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારે પોતાના પુત્ર સહજાનંદ પટેલની ભાજપમાંથી ટિકિટ માંગી હતી પણ ટીકીટ નહી મળતાં પિતાએ પુત્રને ડભોઈની સીમલિયા જિલ્લા પંચાયતની બેઠક પર અપક્ષ ફોર્મ ભરાવડાવ્યું હતું. આ ઉપરાંત ઢોલારે સીમલીયા 4 તાલુકા પંચાયત બેઠકો માટે 4 અપક્ષ ઉમેદવાર ઉભા કરતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી કરાવવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જેથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે તેમને ડભાઈ બેઠક પરથી ટિકિટ મળતા તેઓ પ્રચાર પ્રસરમાં લાગ્યા છે ત્યારે પૈસા વહેંચવાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે.

જોકે આ અંગે જેણે પૈસા લીધા તે ભાયલીના રહેવાસી મનોજભાઈનું કહેવું છે કે, તેઓ પોતાના નાના છોકરાને લઈને નીકળ્યા હતા તે વખતે છોકરો રડતો હતો અને બરાબર તેજ સમયે બાલકૃષ્ણ પટેલ સાથે હાથ પણ મિલાવ્યો હતો એટલે તેમણે રડતા બાળકને પૈસા આપ્યા હતા.