વડોદરાની અકોટા બેઠક ઉપર ચૈતન્ય દેસાઇને ટીકીટ મળી તેઓનો PM મોદી સાથે જૂનો નાતો રહ્યો છે ! વાંચો આ અહેવાલ

0
39

PM મોદી જ્યારે વડોદરા આવ્યા ત્યારે ચૈતન્ય દેસાઇના પરિવાર સાથે કરેલી મુલાકાત ફળી છે અને વડોદરાની અકોટા બેઠક પરથી ચૈતન્ય દેસાઇને ટિકિટ મળી છે.

ચૈતન્ય દેસાઇના પરિવાર સાથે વડાપ્રધાન મોદીનો સીધો સંપર્ક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 18 જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે આવ્યા ત્યારે જનસભાને સંબોધિત કરતા પહેલા વડાપ્રધાન મોદીએ સ્ટેજ પાછળ ચૈતન્ય દેસાઇ અને તેમની માતા નીલા દેસાઇ સાથે મુલાકાત કરી હતી જે બાદ તેઓને ટીકીટ મળી હોવાનું કહેવાય છે.

મહત્વનું છે કે ચૈતન્ય દેસાઇ વડોદરા મહાનગર પાલિકામાં ભાજપના બે વખત કોર્પોરેટર રહી ચુક્યા છે. એટલું જ નહીં પણ તેમના પિતા મકરંદ દેસાઇ ભાજપના સિનિયર નેતા હતા અને વડોદરા શહેર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે.
મકરંદ દેસાઇ ગુજરાત સરકારમાં 1975થી 1980ના દાયકમાં કેબિનેટ મંત્રી રહી રહ્યા હતા. તેઓ 1975માં વડોદરા સીટી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી RSSમાં પ્રચારક હતા ત્યારે ઘણો સમય વડોદરામાં રહ્યા હતા અને મકરંદ દેસાઇના સંપર્કમાં રહ્યા હતા પણ મકરંદ દેસાઇના નિધન બાદ પણ આ પરિવાર સાથે તેમનો સંપર્ક રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ જ્યારે વર્ષ 2014માં દેશના વડાપ્રધાન પદે શપથ લીધા ત્યારે ચૈતન્ય દેસાઇના માતા નીલા દેસાઇને આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આમ,આ પરિવાર સાથે મોદીજી નો જૂનો નાતો રહ્યો છે અને તે રીતે ચૈતન્ય દેસાઇને ટીકીટ આપવામાં આવી છે.