હાલમાં સીબીએસસીની માન્યતા અંગે શાળાઓમાં તપાસ ચાલી રહી છે અને કેટલીય સ્કૂલોમાં ભોપાળા બહાર આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આવો મામલો સામે આવ્યો છે.
વીગતો મુજબ વડોદરાના ડીઈઓ એમએલ રતનુએ શહેરની 32 જેટલી શાળાઓ ની કરેલી તપાસ દરમ્યાન હારની રોડમાં આવેલી બ્રાઇટડે સ્કૂલમાં ચાલતા કૌંભાંડ નો મામલો બહાર આવ્યો છે.
બ્રાઇટડે સ્કૂલના સંચાલકો બિન્દાસ રીતે કારેલીબાગના એફિલીએશન નંબરથી જ હરણીરોડ ઉપર બ્રાઇટડે નામની સ્કૂલ ચલાવી રહ્યા છે એટલું જ નહી કારેલીબાગ વીઆઈપી રોડ ઉપર પણ ધો-1 અને ધો-2 ના વર્ગો ચલાવી રહ્યા છે.જે તપાસ માં ગેરકાયદે હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, ડીઇઓની તપાસમાં ભોપાળું બહાર આવતા મોટી રકમો ઉઘરાવી વાલીઓ ને ખંખેરતા બ્રાઇટડે ના સંચાલકો દોડતા થઇ ગયા છે ત્યારે અહીં પણ રાજકોટ વાળી થાય તેમ મનાઈ રહ્યું છે.
નિયમોની ઍસી તૅસી કરી તંત્રને ખિસ્સામાં રાખી ફરતા અને શિક્ષણની હાટડીઓ ખોલીને બેસી ગયેલા અને માત્ર રૂપિયા છાપવાના મશીન બની ગયેલી શાળાઓ સામે રાજ્યભરમાં તપાસ ચાલુ થતા વર્ષોથી જામી પડેલા બિન્દાસ તત્વોમાં ફાળ પડી છે.
વિગતો મુજબ વડોદરા માં વાસના ભાયલી રોડ ઉપર આવેલ બ્રાઇટડે સ્કૂલ નો એફીલેસન નંબર 430060 છે અને આ શિવાય અમિત કોમ્પ્લેક્સ, વીઆઈપી રોડ કારેલીબાગ ખાતેની બ્રાઇટડે સ્કૂલ નો એફીલેસન નંબર 430097 છે આમ વેબસાઈટ ઉપર સત્તાવાર રીતે દર્શવાયું છે ત્યારે તપાસ માં પોલમપોલ બહાર આવતા બ્રાઇટડે સ્કૂલ સંચાલકો દોડતા થઇ ગયા છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
વડોદરાની બ્રાઇટડે સંચાલકોનું પોલંમપોલ : ગેરકાયદે શિક્ષણનો મામલો
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.