વડોદરાની MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી ખાતે બે ગ્રુપ વચ્ચે મારામારી થતા મચી ભાગદોડ

0
35

વડોદરાની MS યુનિવર્સિટીમાં વારંવાર વિદ્યાર્થીઓના ગ્રુપો વચ્ચે મારમારી ના બનાવ સામે આવી રહયા છે અને યુનિવર્સિટીમાં જાણે વિદ્યાર્થીઓ ભણવા નહીં પણ ઝગડા કરવા આવતા હોય તેવો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી નજીક આવતા આવા બનાવો વધી રહયા છે.
ચૂંટણી નજીક આવતા યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શરૂ થયેલા પ્રચાર દરમિયાન મારમારીનો વધુ એક બનાવ બન્યો છે.

એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીને ધ્યાને લઇ AGSG ગ્રૂપ દ્વારા વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા મામલો બીચકયો હતો અને વાત મારામારી ઉપર પહોંચી હતી.

AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ અને ગ્રૂપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે મારામારી થતા ભારે ભાગદોડ મચી હતી.

આ ઘટનામાં AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા આતીફ મલિકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ લાકડીઓ સાથે ધસી આવતા આતિફ મલિક કેમ્પસ છોડી ફરાર થઇ ગયો હતો.
મારામારીના આ બનાવને પગલે યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ પણ દોડી આવતા કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાલય સંકુલમાં ભાગદોડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

કોમર્સ ફેકલ્ટી ઉપર થયેલી મારામારી અંગે વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી તેમજ હરીફ પક્ષના વિદ્યાર્થી અગ્રણીએ સામસામે આક્ષેપો કર્યા હતા.
ફેકલ્ટીમાં બનેલા મારામારીના બનાવનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો દરમિયાન આ ઘટનાને પગલે ફરી યુનિ કેમ્પસમાં વાતાવરણ ડહોળાયું છે.