વડોદરામાં આજે અમિત શાહનો રોડ શો ; પાંચ બેઠકો ઉપર ભાજપને વધુ મહેનત કરવી પડે તેવી સ્થિતિ

0
62

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન તા. 5 ડિસેમ્બરના રોજ થવાનું છે ત્યારે વડોદરામાં આજે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરશે. આજે સાંજે ચાર વાગ્યે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

રોડ શો પ્રતાપનગર અપ્સરા સિનેમાથી શરૂ થશે અને ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણીયા પુલ થઇ જ્યુબેલીબાગ ખાતે પૂર્ણાહુતિ થશે.

હાલમાં મોંઘવારી અને બેરોજગારીના માહોલ વચ્ચે પૂર્વ ધારાસભ્યો બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
તો ટિકીટ ન મળવાના કારણે નારાજ દાવેદારો નિષ્ક્રીય થઇ ગયા છે. આ બધા ફેક્ટર વચ્ચે ભાજપે વધુ કસરત કરવી પડી રહી છે.

વડોદરા જિલ્લાની 10 બેઠકો પૈકી વડોદરા શહેરની અકોટા અને સયાજીગંજ બેઠક તેમજ જિલ્લાની 5 બેઠકો ઉપર ભાજપને વધુ મહેનત કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.