વડોદરામાં એપલ વર્લ્ડ,મોબાઈલ વર્લ્ડ,મારવાન્સમાં GSTની ચોરીનું માર્કેટ ફરી જામ્યું ?તપાસ કરનારા અધિકારીઓ ક્યાં ખોવાયા?

0
43

વડોદરામાં મોટાપાયે આઈફોન માર્કેટમાં સરકારની તિજોરીને નુકશાન થઈ રહ્યું છે અને જીએસટી-કસ્ટમ બેઝિક ચોરીનું માર્કેટ બરાબરનું ફુલ્યુ ફાલ્યુ છે.

હવાલાથી મોટા કાંડ થઈ રહયા છે અને રોજનો લાખ્ખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો છે,મોબાઈલ વર્લ્ડ,એપલ વર્લ્ડ,મારવાન્સ મોબાઈલમાં મોટાપાયે આ ધંધો થતો હોવાની વાતો વચ્ચે સબંધિત વિભાગે જાણે આંખો બંધ કરી દીધી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

અહીં અગાઉ GSTની ચોરી થતી હોવાનું પુરવાર થઇ ચુક્યુ છે અને જેતે સમયે બિલ વગર મોબાઈલ વેચાણ કરવામાં આવતું હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા હતા અને આઈફોનનો ધંધો કરનારા પુષ્પક હરીશને ઝડપી લીધો હતો તે સ્માર્ટ વોચ, મોબાઇલ, લેપટોપ વગેરેનું વેચાણ કરતો હતો અને હરણી રોડ, અલકાપુરી તેમજ વિંડસર ખાતે મોબાઇલ શો રૂમ ધરાવતો હતો જેને ઊંચકી લીધા બાદ થોડા સમય માટે અન્ય વેપારીઓએ ધંધો થોડા સમય માટે સમેટી લીધા બાદ હવે ફરી ધંધો શરૂ થઈ ગયો છે.

વડોદરામાં ધ્રુવ શાહ ના એપલ વર્લ્ડ અને મોબાઇલ વર્લ્ડ બિલ વગર માલ વેચી રહ્યા હોવાની વાત છે,આઈફોન મોબાઈલ,જીએસટી અને બેઝિક કસ્ટમ ડ્યુટીની ચોરી કરી રહ્યા હોવાની વાત તપાસનો વિષય બની છે, આ સિવાય મારવાન્સ મોબાઇલના મોટા ધંધામાં રોજના લાખ્ખો માં વેચાઈ રહેલા આઇફોનમાં ધંધામાં જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવેતો જીએસટી ચોરીનો મામલો સામે આવે તેમ છે.

સેકન્ડ હેન્ડ મોબાઇલનું પણ મોટું માર્કેટ છે તેમાં માત્ર આઇડી લઇ મોબાઈલ નો ધંધો મોટાપાયે ચાલી રહ્યો છે.

ગ્રેમાર્કેટમાંથી મોબાઇલ અને સ્માર્ટ વોચનો જથ્થો બિલ વગર ખરીદવા અને બિલ વગર જ તેનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરવાની વાત અગાઉ સામે આવી ચૂકી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારી નિમિત કપૂરે આરોપી પુષ્પક હરીશની ધરપકડ કરી ત્યારેજ આ વાત સાબિત થઈ હતી.
ત્યારે ફરી વડોદરામાં મોટાપાયે ગેરકાયદે રીતે આઈફોન વેચવાનો ધંધો શરૂ થઈ ગયો છે જે વડોદરાથી લઈ સુરતના દૌલા અંજુમ અને ત્યાંથી મુંબઈ સુધીનું મોટું નેટવર્ક ફેલાયેલું છે જે અંગે તપાસ કરવામાં આવેતો મોટા હવાલા અને ગ્રે માર્કેટમાં ચાલતા ગોરખ ધંધા બહાર આવી શકે તેમ હોવાનું સુત્રોનું કહેવું છે.