વડોદરામાં ત્રણ દિવસ યોજાશે બાળમેળો,CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર

0
25

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મા બાળમેળા નું આગામી તા. 27-28- 29 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ અપાયું છે.
તારીખ 27 ના રોજ સવારે 9 વાગે બાળમેળાના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.

વડોદરામાં શિક્ષણ સમિતિની 120 શાળાઓ છે. જેમાં લગભગ 38 હજાર બાળકો અભ્યાસ કરે છે.
દર વર્ષે જાન્યુઆરીમા બાળમેળો યોજાય છે, આ વર્ષે 50મો બાળમેળો યોજાનાર છે,જેમાં દર વર્ષની જેમ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મનોરંજન સહિતના વિવિધ વિભાગો મુજબ 100થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે.

બાળકોમાં એડવેન્ચરની પ્રવૃત્તિનું પણ આકર્ષણ રહ્યું છે, અને તે માટે પણ વિભાગ ઉભોરવામાં આવશે. આ સિવાય વિસરાયેલી રમતોનું પણ આકર્ષણ રહેશે.

આ વર્ષે ભારતને G-20નું યજમાન પદ મળ્યું છે અને બાળમેળામાં તેનું વિશેષ આકર્ષણ ઊભું કરાશે. G-20ના વસુધૈવ કુંટુંબકમ થીમ પર બાળમેળાનું આયોજન વધશે અને વિવિધ વિભાગોમાં પણ આ વખતે વધારો કરવામાં આવશે.

બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવતો અને બાળકને અભિવ્યક્ત કરતો આ બાળમેળો ત્રણ દિવસ ચાલે છે જેમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે.