વડોદરામાં દરગાહ અને મઝારનું પાલિકા દ્વારા ડીમોલેશન, ત્રણ ધાર્મિક સ્થાન તોડી પડાયા

0
52

વડોદરામાં વિવિધ ત્રણ વિસ્તારોમાં લઘુમતી કોમના ત્રણ ધાર્મિક સ્થાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરાયા હતા આ સમયે સ્થાનિક મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોર્પોરેશનના પ્લોટો ઉપર ઉભા કરી દેવામાં આવેલા ધાર્મિક સ્થાનો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત તાંદલજા અને સયાજીગંજ ખાતે આવેલા બે ધાર્મિક સ્થાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમની આ કામગીરી સમયે મેયર કેયુર રોકડીયા હાજર રહ્યા હતા.

ત્યારબાદ મોડી રાત્રે ડભોઇ રોડ સોમા તળાવ પાસે આવેલા ગરીબોની આવાસ યોજનામાં બાંધેલી દરગાહ અને નમાજ પઢવાનું સ્થળ કોર્પોરેશનની સૂચના બાદ સ્થાનિક લોકોએ શ્વેચ્છાએ દૂર કરી દીધા હતા. દરમિયાન આજે મુસ્લીમ બહુમતી ધરાવતા તાંદલજા અને સયાજીગંજ વિસ્તારમાં આવેલી બે મજારો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સહકાર નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલી સ્કીમમાં ગેરકાયદે નડતરરૂપ મઝાર હતી તેને હટાવવાની કામગીરીમાં કોર્પોરેશન દ્વારા 40 + 25 ફૂટ જેટલું દરગાહનું પાકું બાંધકામ તેમજ શેડ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે સયાજીગંજ યુનિવર્સિટીની કમ્પાઉન્ડ ને અડીને 8 + 4 ફૂટ ની મજાર ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી હતી તે પણ હટાવી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ વડોદરા શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીના સૌથી લાંબા ફ્લાય ઓવરમાં બે મંદિર નડતરરૂપ હતા તે પણ હઠાવી દેવાયા હતા અને તે સમયે પણ ભવિકોમાં આક્રોશ ફેલાયો હતો.