વડોદરામાં ધો.12ની વિદ્યાર્થીની રહસ્યમય સંજોગોમાં ગૂમ! સ્કૂલના ગેટમાં ગયા બાદ ક્યાં ગઈ વિદ્યાર્થીની?શિક્ષકે કહ્યું ‘ક્લાસમાં આવીજ ન હતી!’

0
41

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ગયા બાદ ધો.12ની વિદ્યાર્થીની રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

નવાઈની વાત તો એ છે કે વિદ્યાર્થીની ની માતાનું કહેવું છે કે તે પોતેજ વિદ્યાર્થીની ને સ્કૂલના ગેટમાં અંદર છોડી હતી તો સ્કૂલ મેનેજમેન્ટ કહી રહ્યું છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં આવી નથી ત્યારે સીસીટીવી વગરે ચેક કરવામાં આવેતો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે.

વિગતો મુજબ સેવાસીમાં રહેતી વિદ્યાર્થીનીને ગત 18 જાન્યુઆરીના રોજ તેની માતા ઘરેથી લઇ સી.ટી.બસમાં બેસી ગોત્રીની શ્રી ગાયત્રી વિદ્યાલયમાં મુકવા માટે ગઇ હતી અને બપોરે પોણા બાર વાગ્યે વિદ્યાર્થીનીને સ્કૂલના ગેટની અંદર મુકી માતા ઘરે પરત ફરી હતી.
ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે માતા તેમની પુત્રીને લેવા માટે સ્કૂલે પહોંચી હતી અને સ્કૂલ છૂટી છતાં પોતાની પુત્રી બહાર ન આવતા સ્કૂલમાં માતા ગભરાઈ ગઈ હતી અને સ્કૂલમાં જઈ શિક્ષકને પુત્રી વિશે પુછતા વિદ્યાર્થીની ક્લાસમાં જ આવી નહિ હોવાનું શિક્ષકે જણાવતા માતા હાંફળી ફાફળી થઈ ગઈ હતી અને આ અંગે મહિલાએ તેના પતિને જાણ કરતા તેઓએ આજુબાજુ તેમજ સગાસંબંધીઓ અને બહેનપણીઓને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ સગીરાની હજુસુધી ભાળ નહિ મળતા આખરે છેલ્લા ચાર દિવસથી પત્તો નહિ મળતાં માતાએ તેમની પુત્રીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.