24 C
Ahmedabad

વડોદરામાં ભગવાન શનેશ્ર્વર મહારાજની જન્મજયંતિની ઉજવણી,મંદિરોમાં ભક્તો ઉમટ્યા

Must read

વડોદરામાં આજરોજ ભગવાન શનિ મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોએ ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
આજે શુક્રવારે અમાસ સાથે ગ્રીષ્મ કાળના અંતિમ માસ વૈશાખ માસના સમાપનનો દિવસ છે અને આજરોજ નવગ્રહ પૈકી એક તથા દેવો-માનવો ના કર્મોનો હિસાબ રાખતાં તથા કર્મ મુજબ ફળ પ્રદાન કરતાં સૂર્ય પુત્ર શનેશ્ર્વર મહારાજનો આજે જન્મદિવસ પણ હોય ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા.

આજરોજ શુક્રવારના રોજ અમાસ સાથે ન્યાય ના દેવ ભગવાન શનેશ્ર્વર મહારાજની જન્મજયંતિના દીને શાસ્ત્ર કથન અનુસાર આજે જાતકે કરેલ જપ તપ દાન સાથે નું કર્મ સહસ્ત્રગણુ પુણ્યફળ આપે છે દર વર્ષે વૈશાખ વદ અમાસના રોજ માતા છાંયા દેવી તથા સૂર્યનારાયણના પુત્ર શનિ મહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.

આજે વડોદરા શહેર-જિલ્લામાં આવેલ શનિ મંદિરો તથા હનુમાનજી મંદિરોમાં વિશેષ પુજા-અર્ચના કરવામાં આવી હતી, શનિ મહારાજને સરસવ તથા ચમેલીના તેલનો અભિષેક પસંદ છે આથી શ્રદ્ધાળુઓ કાળા તલ, સરસિયાના તેલ સહિતના દ્રવ્યોથી મહારાજ પર અભિષેક કરી તેમજ શનિ સહસ્ત્ર તથા શનિ ચાલીસા શ્રી શનિ સુક્તમના પાઠ કરી દિન દુ:ખીયાઓને દ્રવ્યદાન થકી મહારાજને પ્રસન્ન કરવા પ્રયત્નો કર્યો હતો આજે કરેલું સદ્દકાર્ય સહસ્ત્રગણુ ફળ આપે છે

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article