વડોદરામાં મનપાના ઢોર પકડતા ટ્રેકટર સામે માલધારી સૂઈ ગયો કહ્યું,મને મારી નાખો પછી મારા પશુને લઇ જજો !નહિ જવા દઉં !પોલીસે કરી અટકાયત

0
248

હાલ રાજ્યભરમાં રોડ ઉપર રખડતા પશુઓ ને પકડવા અભિયાન ચાલુ છે જેનો માલધારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે વડોદરા ના ફતેગંજમાં ઢોર પાર્ટી ઢોર પકડીને જતી હતી ત્યારે પશુ માલિકે મનપાની ટીમ સાથે માથાકૂટ કર્યા બાદ ઢોર ડબ્બા ના ટ્રેકટર આડે રોડ ઉપર સૂઈ જઈ ટ્રેકટરને આગળ વધતું અટકાવી દેતા ભારે હોબાળો થયો હતો, આ ઘટનામાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેની અટકાયત કરાઈ હતી.

ફતેગંજમાં સાંજના સમયે ઢોર પાર્ટી રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યારે ઈએમઈ સર્કલ પાસે રસ્તામાંથી ગાયને ઢોર ડબ્બામાં ચડાવીને જઈ રહી હતી ત્યારે એકાએક તેનો માલિક મેલિયો રબારી ત્યાં આવી ગયો હતો અને ઢોર છોડવવા ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ મેલિયો રબારી ઢોર ડબ્બાની આગળ સૂઈ ગયો હતો અને બોલવા લાગ્યો હતો કે, મને મારી નાખો અને પછી મારા ઢોર લઈ જાવ. જેથી કર્મચારીએ ફતેગંજ પોલીસને બોલાવતાં મેલિયો રબારીની અટકાયત કરાઈ હતી.

આમ,ઢોર પકડવાની કામગીરી વચ્ચે માલધારી સમાજ દ્વારા વિરોધ ચાલુ છે.