વડોદરામાં રોડ ઉપરથી પસાર થઈ રહેલી હિન્દૂ યુવતીને રોકી અલ્તાફે છેડતી કરી!! લોકોએ જાહેરમાં બરાબરનો ધોયો!!

0
52

વડોદરામાં હિન્દૂ યુવતીની છેડતી કરનાર મુસ્લિમ યુવાનની ફિલ્ડીંગ ભરી જાહેરમાં ધોલાઈ કરી પોલીસને સોંપી દેવાયો હતો.
સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો અવારનવાર પીછો કરી હેરાન કરતા બાઈક સવાર વિઘર્મી યુવાને હદ વળોટી હતી અને યુવતીને ક્યાં જવું છે? હું છોડી દઉ છું, તેમ કહી છેડતી કરવાનું ભારે પડ્યું હતું.

વિગતો મુજબ વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો છેલ્લા ત્રણ દિવસથી બાઈક સવાર અજાણ્યો યુવાન પીછો કરી હેરાન કરતો હોય યુવતી હેરાન પરેશાન થઈ ગઈ હતી અને તેને ઘરેથી નીકળવામાં પણ ડર લાગવા માંડ્યો હતો છેવટે કંટાળી ગયેલી આ યુવતીએ આ રોમિયો અંગે પોતાના ભાઈને જાણ કરતા યુવતીના ભાઈએ પોતાના મિત્રો તથા બજરંગદળના કાર્યકર્તાઓને જાણ કરી હતી અને વોચ પણ ગોઠવી હતી.

દરમિયાન યુવતી સયાજી હોસ્પિટલ પાસે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે એક નંબર પ્લેટ વગરની બાઇક ઉપર રોમિયો ત્યાં ધસી આવ્યો હતો અને યુવતી નજીક પહોંચી યુવતીને ક્યાં જવું છે ?હું છોડી દઉં. તેમ કહી છેડતી કરતા યુવતી ગભરાઈ ગઈ હતી.
બરાબર આ વખતે આસપાસમાં હાજર યુવતીના ભાઈ અને મિત્રોએ છેડતી કરનાર યુવાનને ઝડપી પાડ્યો હતો અને પુછતાછ ચાલુ કરતા મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા અને છેડતી કરનાર યુવાનની ધોલાઈ કરી હતી અને રોમીયોને પોલીસની શી ટીમના હવાલે કર્યો હતો,ટોળાએ યુવાનની કરેલી પૂછપરછમાં છેડતી કરનાર યુવક આજવા રોડનો અલ્તાફ હોવાનું સામે આવ્યું છે.

શી પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી અને વિધર્મી રોડ રોમીયોને માર મારી રહેલા ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો હતો આ ઘટના અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.