વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબાએ જમાવ્યું આકર્ષણ,મહારાણી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા

0
62

વડોદરામાં ઠેરઠેર નવરાત્રી ગરબાના આયોજનો કરાયા છે જેમાં લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબા નવરાત્રિ 2022 ભારે આકર્ષણ જગાવી રહ્યા છે

વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે સહિત હજારો ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા અને માતાજીના પાવન પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી રહ્યા છે.

વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે હેરિટેજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25થી 30 હજાર ખેલૈયાઓ દરરોજ ગરબે રમી રહ્યા છે. આ ગરબામાં વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ ગરબે રમ્યા હતા.
અહીં ખેલૈયાઓ ભાતીગળ ગુજરાતી પોષાકમાં સજ્જ જોવા મળ્યા હતા. તો કેટલાક ખેલૈયા વિવિધ થીમ પર સજ્જ થઇ ગરબે ઘૂમી રહ્યા છે અને ગરબા ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.