વડોદરામાં વાહન ચેકીંગ દરમિયાન રૂ.15.40ની રોકડ રકમ સાથે વેપારી ઝડપાયો

0
39

વડોદરાના ડભોઈ નજીક આવેલા વેગા ચોકડી પાસે હાલમાં ચૂંટણી હોય નાણાંકીય હેરાફેરી ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્યારે હાલ સર્વેલન્સ ટીમ દ્વારા ચાલી રહેલા વાહન ચેકિંગ દરમિયાન રોકડા રૂપિયા 15.40 સાથે વડોદરાનો વેપારી ઝડપાતા તંત્ર દોડતું થઈ ગયું છે.

અલબત મોડી રાત્રે આ રકમ ક્યાં લઇ જવાતી હતી તે અંગે સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી આ અંગે IT વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો મુજબ આ પૈસા ભાયલીમાં ટ્રેડિંગની દુકાન ધરાવતા બંકિમ ડાહ્યાભાઇ પટેલ નામના વેપારીના હોવાનું અને તે પોતાની કારમાં આ રકમ લઈ ડભોઈ તરફ જતા હતા તે દરમિયાન સર્વેલન્સ ટીમના વાહન ચેકિંગમાં ઝડપાઈ ગયા હતા. આ વેપારીએ આ રકમ લઇને વઢવાણા ગામ તરફ જઇ રહ્યા હોવાની પણ વિગતો સર્વેલન્સ ટીમની તપાસમાં બહાર આવ્યું હતું. મોડી રાત્રે રૂપિયા 15 લાખ જેટલી રકમ સાથે વડોદરાના વેપારી બંકિમ પટેલ ઝડપાતા આ મામલે તપાસ શરૂ થઈ છે.