વડોદરામાં 55 વર્ષના કાકા અજાણી યુવતીની ગલગલીયા કરાવતી વાતોમાં ફસાયા અને રૂ. રૂા.2.96 લાખ ગુમાવ્યા !

0
28

વડોદરામાં અજાણી નટખટ યુવતી સાથે ફોન ઉપર વાતચીત કરવાનું અને ચેટીંગ કરવાનું એક આધેડને ભારે પડ્યું હતું અને અજાણી યુવતીના મોહમાં ફસાયેલા આધેડને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા અને ઓએનજીસીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય આધેડ સોશિયલ મીડિયા દ્વારા એક અજાણી યુવતીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વાતચીત શરૂ થઈ હતી. બાદમાં વાત આગળ વધતા પ્રેમાલાપ દરમ્યાન આધેડે બિભત્સ ફોટા મોકલતા આ ફોટા અજાણી યુવતીએ વાઇરલ કરી દેવાની ધમકી આપીને પૈસા માંગી રૂા.2.96 લાખ પડાવી લીધા હતા.ફોન કરનાર પોતાને વકીલની ઓળખ આપતા આધેડ ગભરાયા હતા.
આ બનાવ અંગે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ થતા પોલીસ તપાસ કરી રહી છે.
વિગતો મુજબ વડોદરા ના તરસાલી વિસ્તારમાં રહેતા અને ઓએનજીસીમાં સિવિલ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મૂકેશ પટેલ સોશિયલ મીડિયા ઉપર પોતાને મીરા પટેલ નામથી યુવતીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવતા તેઓ હરખાઈ ગયા હતા અને રીકવેસ્ટ સ્વીકારીને તેની સાથે વાતચીત શરુ કરી દીધી હતી.
બીજીતરફ યુવતીની મોહમાયામાં ફસાયેલા આધેડે પ્રેમાલાપ શરૂ કરતા આ વાતચીતના સ્ક્રીનશોટ તેમજ બિભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીએ પૈસાની માંગણી શરુ કરી હતી.
સામેવાળુ વ્યક્તિ વ્હોટએપ પર ગુગલ પેનો ક્યુઆર કોડ મોકલીને તબક્કાવાર પૈસાની માંગણી શરુ કરી હતી. જેથી મૂકેશ ભાઈએ પૈસા પહેલા 1.66 લાખ રુપિયા તબક્કાવાર ચુકવ્યા હતા. તેમ છતા સામે વાળો વ્યક્તિ વારંવાર ધમકી આપીને પૈસાની માંગ કરતો હતો અને પોતાની ઓળખ વકિલ તરીકે આપતા મૂકેશભાઈ પણ ગભરાઈ ગયા હતા અને પૈસા આપવા માટે તૈયાર થયા હતા. તબક્કાવાર તેમણે 35 હજાર, 14 હજાર, 45 હજાર અને 8 હજાર રુપિયા ચુકવ્યા હતા. પોતાની ઓળખ અલગ-અલગ નામથી આપીને પૈસાની અવાર-નવાર માંગણી કરતો હતો. જેથી છેવટે ત્રાસીને મૂકેશભાઈએ સાયબર ક્રાઈમ સેલમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.