વડોદરા ના ચકચારી કોલેજીયન યુવતી રેપ કેસ નો આરોપી રાજુ ભટ્ટ વહેલી સવારે હાજર થયો કે પકડાયો ? 

0
88

વડોદરા માં ભારે ચકચાર જગાવનાર કોલેજીયન યુવતી રેપ કેસ માં વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર ટીમ બનાવી તપાસ વેગવંતી બનાવતા આખરે ભીંસ માં મુકાઈ જતા બે આરોપી પૈકી પાવાગઢ ટ્રસ્ટી મંડળના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ આજે વહેલી સવારે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ક્રાઇમ બ્રાંચ દ્વારા મીડિયાને સત્તાવાર માહિતી આપી નથી અને પાણીગેટ ભદ્રકચેરી સ્થિત ક્રાઇમ બ્રાંચની કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવતા પત્રકારો ત્યાં પહોંચી શક્યા ન હતા.
વડોદરા માં કોલેજીયન યુવતી ને રહેવા માટે ફ્લેટ આપી બાદમાં યુવતી ને માર મારી બળાત્કાર કરવાની ફરિયાદ થતા બંને આરોપી ભાગી છૂટ્યા હતા અને ગોત્રી પોલીસ પાસે થી તપાસ લઈ ક્રાઈમ બ્રાન્ચ ને સોપાઈ હતી જેથી આરોપીઓ વિદેશ ફરાર ન થઇ જાય એ માટે પોલીસ તંત્ર દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત એમ્બેસીને આરોપીઓ અંગે આગોતરી જાણ કરી દેવામાં આવતા આરોપીઓ ફરાર થઇ શક્યા ન હતા. વિદેશ ભાગી જવું મુશ્કેલ જણાતાં બે આરોપીઓ પૈકી રાજુ ભટ્ટ આજે સવારે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો હોવાની વાત સામે આવી રહી છે જોકે,આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે અશોક જૈન હજુ પણ પોલીસ ધરપકડથી દૂર છે. જોકે તે પણ આગામી કલાકોમાં હાજર થઇ જાય એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણમાં આરોપીઓના પીડિતા સાથેના બેડરૂમના ફોટા વાઈરલ થઇ ગયા છે, હવે ફોટા વાઇરલ થયા બાદ અશોક જૈન અને રાજુ ભટ્ટ સાથે ઘરોબો ધરાવનાર સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટી અને ટ્રસ્ટના મંત્રી રાજુ ભટ્ટ સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ મંદિરના ટ્રસ્ટીઓની મળેલી બોર્ડ મિટિંગમાં રાજુ ભટ્ટ ને ટ્રસ્ટના મંત્રીપદેથી દૂર કરવાનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો હતો અને ટ્રસ્ટ ના મંત્રીપદ ઉપર થી દુર કરાયા હતા.
રાજુ ભટ્ટે વડોદરાના સીએ અશોક જૈન સાથે મળી ૨૪ વર્ષની કોલેજીયન યુવતી ઉપર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ મંદીર ટ્રસ્ટ દ્વારા તેઓનું મંત્રી તરીકે રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી, ટ્રસ્ટની બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી રાજુભટ્ટ ને મંત્રી તરીકે હટાવી દેવાયા છે.
આ ઘટના વડોદરા માં ભારે ટોપ ઓફ ધ ટાઉન બની છે.