વડોદરા શહેર ના ચોકસીબજાર માં દુકાનો બંધ રહેતા આ વિસ્તાર માં કર્ફ્યું જેવો માહોલ જોવા મળ્યો હતો.
શહેર માં છેલા બે દિવસ માં લોકો એ સોના-ચાંદી ખરીદવાનું મોટાપાયે શરુ કરતા આઈટી વિભાગ ની નજર ખરીદનાર વર્ગ ઉપર રહેતા અને આ અંગે ના સમાચાર મીડિયા માં આવતા ફફડી ઉઠેલા વેપારીઓ એ પોતાની દુકાનો બંધ રાખી હતી,બીજી તરફ સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવવાની તજવીજ શરુ થવાની વાત ને લઇ ખરીદનાર વર્ગ માં પણ ફફડાટ નો માહોલ સર્જાયો હતો,જેને લઇ દુકાનદાર અને ખરીદનાર ગાયબ થઇ જતા આખેઆખું બજાર બંધ રહ્યું હતું ,બીજી તરફ રોકડ ના અભાવે લોકો મુશ્કેલી માં મુકાયા હતા અને દિવસભર નોટો લેવા અને ભરવા બેંક માં લાઈનો માં જોવા મળ્યા હતા પરિણામે બજારો સુમસાન જોવા મળી રહી હતી તેમજ ધંધા રોજગાર પર અસર વર્તાઈ હતી અને જન જીવન પર અસર વર્તાઈ હતી.
વડોદરા ના ચોકસી બજાર માં દુકાનો બંધ રહી-આઈટી ના દરોડા નો ઉભો થયેલો હાઉ
