વડોદરા તા. 8 : વડોદરા ના અતિ સવેંદશીલ ગણાતા ફતેહપુરા વિસ્તાર માં આજે સાંજે વરઘોડા માં ફટાકડા ફોડવાની બાબત માં બે કોમ ના ટોળા વચ્ચે કોમી તોફાન ફાટી નીકડયા હતા. વરઘોડા માં સૂતળી બૉમ્બ ફૂટ તા ઉડેલા તણખાં માં થયેલી ઉગ્ર બોલાચાલી એ તોફાન નું સ્વરૂપ લઇ લીધું હતું બિનસત્તાવર તરીકે જાણવા માંડ્યું હતું કે બંને માંથી એક જૂથ દ્વારા પ્રાઇવેટ ગોળીબાર પણ થયો છે. તેમજ દેશી બનાવટ નો બૉમ્બ પણ ડીસીપી ની ગાડી ઉપર ફેંકવામા આવ્યો હતો આ તોફાન વડોદરા ના ફતેહપુરા ચાર રસ્તા થી અદનીય પૂલ સુધી વિસરી હતી તેમજ ટોળા દ્વારા 3દુકાનો અને 2 વાહનો ને પણ આગચંપી કરી હતી પોલીસે તોફાન ને કાબુ માં લેવા માટે 25 ટીયર ગેસ ના સેલ છોડ્યા હતા. પોલીસ સમગ્ર બાનાવની તાપસ ચલાવી રહી છે.