વડોદરા ના બહુ ચર્ચિત ફાર્મહાઉસ ના હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પ્રકરણ માં પોલીસે 271 મહિલા અને પુરુષોને પકડી રૂા.17.75 કરોડની 90 કાર જપ્ત કરી હતી.આ પૈકી મહારાષ્ટ્ર પાર્સિંગની મરુન કલરની મર્સિડીઝ કાર કોની છે તેની પોલીસ તપાસ વચ્ચે આ કાર ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણ મોરેની હોવાનો ક્રિકેટ હિતરક્ષક સમિતિએ આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે,અખંડ ફાર્મહાઉસમાં તાલુકા પોલીસે દરોડો પાડી ઉદ્યોગપતિઓ સહિતના માલેતુજારોને પકડી દારૂ પીધો છે કે કેમ તે અંગે તમામના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતાં.જે પૈકી 2 બ્રિટીશ નાગરિકોના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ આવતા બંનેની ધરપકડ કરાઇ હતી.પોલીસે ફાર્મ હાઉસમાંથી રૂા.1.70 લાખનો ઇમ્પોર્ટેડ દારૂ-બીયર તેમજ 90 વૈભવી કાર જપ્ત કરી હતી.જે પૈકી 69 કારની ઓળખ થતાં તેમાંથી 23 કાર કંપનીના નામે હોવાનું બહાર આવ્યું હતું જ્યારે અન્ય કાર માલિકોનું વેરિફિકેશન હાથ ધરાયું હતું.બીજી તરફ આ કારને છોડવા માટે કાર માલિકોએ કોર્ટમાં અરજી કરતા પોલીસે 59 કારનો અભિપ્રાય કોર્ટને મોકલી આપ્યો હતો જ્યારે બાકીની 21 કારના માલિકોની ઓળખ કરવા આરટીઓ સહિત જુદી-જુદી જગ્યાએ પત્રો પાઠવ્યા છે.જોકે,હજુ બાકી કારના માલિકોનો કોઇ સત્તાવાર માહિતી નહિ મળી હોવાની જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું છે.બીજી તરફ ક્રિકેટ હિતરક્ષક સમિતિએ પોલીસે જપ્ત કરેલી કાર પૈકી મહારાષ્ટ્ર પાર્સિંગની મરૂન કલરની મર્સિડિઝ કાર ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરેની હોવાનો આક્ષેપ કર્યો છે.કિરણ મોરે પાર્ટીમાં હાજર હતા અને મજૂરના વેશમાં ભાગી છૂટ્યા હોઇ તપાસ કરવાની માગ કરી છે.બીજી તરફ મહારાષ્ટ્ર પાર્સિંગની આ કાર મુંબઇની ખાનગી કંપનીની હોવાનું કહેવાય છે, જોકે,જિલ્લા એસઓજીએ શુક્રવારે મહારાષ્ટ્રની આરટીઓ પાસે થી કાર અંગે ની વિગતો મંગાવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું જોકે કિરણમોરે હાજર હોવાની વાતો અગાઉ થીજ ચર્ચા માં હતી ત્યારે કાર ને લઈ ફરી એક વખત આ પ્રકરણ તપાસ નો વિષય બન્યું છે. ત્યારે તપાસ ના અંતે રહસ્ય બહાર આવવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
વડોદરા ના હાઈ પ્રોફાઈલ દારૂપાર્ટી માં ક્રિકેટર કિરણમોરે હાજર હોવાનો ધડાકો:મર્સીડિસે ખોલ્યો ભેદ..!
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.