વડોદરા માં મોટામાં મોટી દારૂપાર્ટી ઝડપાયા બાદ આટલી મોટી માત્રા માં દારૂની ખુલ્લેઆમ પાર્ટી કરવાની હિંમત કરનાર વ્યક્તિ મોટી લાગવગ ધરાવતી હોય તોજ શક્ય બને તેમ લોકો મા ચર્ચા હતી તો વાત સાચી છે આ આયોજન ના મુખ્ય સૂત્રધાર એવા વડોદરાના રહિશ અને બિઝનેસ લિડર ચિરાયુ અમીન ૧૦૦ વર્ષથી વધુ જુની એલેમ્બિક લિમિટેડના એમડી તરીકે સત્તારૂઢ થયા બાદ જાણીતા થયા હતા.આ ઉપરાંત તેઓ એલેમ્બિક ફામૉસ્યુટિકલના એમડી ઉપરાંત બીસીએના પ્રેસિડેન્ટ તથા કેટલાક ઉદ્યોગોના પદોએ પણ કાર્યરત છે.આઈપીએલના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં વાઈસ પ્રેસિડેન્ટ અને ડીએલએફ ઇન્ડિયન પ્રિમિયર લીગ(આઈપીએલ)ના ચેરમેન તરીકે રહી ચૂકેલા ચિરાયુ અમીન વડોદરાના વતની છે.2 વખત ફોર્બસની યાદીમાં સ્થાન પામી ચૂક્યા છે.હાલમાં 28 જેટલા વિવિધ બોર્ડ સાથે જોડાયેલા છે.5 જેટલી સંસ્થાઓ અને 7 ઔદ્યોગિક એકમોમાં સભ્યપદ ધરાવે છે.એલેમ્બિક ફામૉસ્યુટિકલ લિમિટેડના એમડી અને ચેરમેન ચિરાયુ વડોદરાના રિયલ એસ્ટેટમાં પણ મોટી નામના ધરાવે છે.વર્ષ 2016માં કુલ 1577 મિલિઅનની સંપત્તિના માલિક છે.
આમ, ઉંચી વગ અને બેસુમાર દોલત ના મદ માં કાયદા નું ભાન ભૂલી જાહેર માં મનમાની કરવા જતાં ભેખડે ભેરવાયા છે.
વડોદરા ની દારૂ પાર્ટી ના મુખ્ય સૂત્રધાર ચિરાયું અમીન અબજોપતિ અને પહોંચેલી પાર્ટી છે…
