આજથી ટોલ પ્લાઝા પર નોટબંધી બાદ ફરીવાર ટોલ વસુલાત શરૂ થઈ છે અને તે સાથે જ છુટાના વાંકે અને ટોલ બુથ પર સ્વાઈપ મશીનો મુકાવાના લીધે અફડાતફડી સર્જાઈ છે અને ટોલ બુથ પાસે ઠેર ઠેર વાહનોની પાંચ અને દશ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી છે અને હાઈવે પર જામ જેવું દેખાય છે.૫૦૦ની નોટ આજથી ટોલ બુથ પર બધં થઈ છે અને ટોલ વસુલવાની શરૂઆત પણ થઈ છે ત્યારે ભારે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા–ભરૂચ હાઈવે પર ટોલ બુથ પર ૧૦ કિલોમીટર લાંબી લાઈન આજે બપોરે લાગી ગઈ હતી. એ જ રીતે વડોદરા–મુંબઈ હાઈવેના ટોલ બુથ પર પાંચ કિ.મી.ની લાઈન લાગી જતાં ભારે અસર થઈ છે અને વાહન વ્યવહાર પર જબરી અસર થઈ છે.
વડોદરા–ભરૂચ હાઈ–વેના ટોલ બુથ પર વાહનોની ૧૦ કિ.મી લાંબી લાઈન
