વડોદરા મનપા દ્વારા રોજના માત્ર ૧ રૂપિયાના ટોકનથી ગરબા આયોજકોએ ૧૭ ગ્રાઉન્ડ ભાડે આપ્યા,આયોજકોને ઘી-કેળા !!

0
40

રાજ્યમાં નવરાત્રી પર્વ શરૂ થવાને આડે માત્ર હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે કોરોનામાં નવરાત્રી આયોજનમાં જે કમાણી નહોતી થઈ તે હવે ચાલુ વર્ષે થશે,જોકે,વરસાદનું વિઘ્ન નહિ નડે તો સારી એવી કમાણી થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે

બીજી તરફ વડોદરાની વાત કરવામાં આવેતો ગરબા માટે મ્યુનિ. કોર્પોરેશન પોતાના ગ્રાઉન્ડ ભાડે આપે છે, મ્યુનિ.દ્વારા ગરબા આયોજકોને રોજના 1 રૂપિયાના ટોકન ભાડે 17 ગ્રાઉન્ડ આપી પણ દીધા છે. હવે આયોજકો આ ગ્રાઉન્ડમાં ગરબા યોજીને તગડી કમાણી પણ કરી લેશે. આયોજકો ભલે કહેતા કે, અમે “ન નફો ન નુકસાન’ના ધોરણે ગરબા યોજીએ છીએ. પરંતુ હકીકત એ પણ છે કે, પાસની કિંમત ઉંચી હોય છે તેમજ સ્ટોલ,જાહેરાત વગેરેમાં કેટલી કમાણી થાય તે આજના લોકો સારી રીતે જાણે જ છે બીજી કે આયોજકો પૈકી મોટાભાગના આયોજકો પોલિટિકલી કનેક્ટેડ હોય છે.

તેઓ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ જાળવવા અને રાજકારણીઓને ગરબાના મહેમાન બનાવી તેમનો પ્રચાર કરવામાં નવરાત્રી પર્વમાં ઉપયોગ થતો હોવાની નવી વાત નહિ નગરજનો માં ચર્ચાઈ રહ્યું છે.

આ વખતે નવરાત્રી પર્વમાં વિધાનસભાની ચુંટણીઓ જાહેર થવાની શક્યતાઓ રહેલી છે તે જોતાં નવરાત્રી પર્વમાં જોરશોર થી પ્રચાર પસાર થશે તે નક્કી છે.

સાથે સાથે ગરબાના ગ્રાઉન્ડમાં રંગ જમાવતા આવા જ કેટલાક ગુજરાતી કલાકારો યુવાધનને આ વર્ષે નવરાત્રિમાં ગરબે ઝુમતા કરી દેશે.

પાર્ટી પ્લોટ, ક્લબો અને અન્ય જગ્યાએ પોતાના સૂરીલા અવાજથી રંગ જમાવતા ગાયકો નવ દિવસમાં લાખોની કમાણી કરે છે. એવી જ રીતે આ કલાકારોના જ્યાં લાઈવ સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યાં હોય તે સ્થળ પર ગરબે રમવાના પાસની કિંમત પણ ઉંચી હોય છે. કેટલાક કલાકારોએ નવરાત્રિના પોતાના કાર્યક્રમ અંગે સોશિયલ મિડીયા પર પોસ્ટર્સ શેર કર્યાં છે.

નવરાત્રિનો તહેવાર હવે ત્રણ દી પછી શરૂ થશે,પ્રાચીન સમયમાં શેરી ગરબાનું સ્થાન બદલાઈ ચૂક્યું છે અને આજના હાઈટેક યુગમાં નવરાત્રી પર્વ ખુલ્લા મેદાનો,પાર્ટી પ્લોટ અને ક્લબોમાં લાઇટ, ડેકોરેશન,ઝાકમઝોળ,વચ્ચે ઢોલ-નગારામાંથી નવરાત્રિનો ઉત્સવ આજે ડીજે સુધી પહોચ્યો છે.

આ પર્વમાં ઝૂમવા માટે અગાઉથી તૈયારીઓ કરી લેવામાં આવે છે અને નાચવા વાળા મિક્સ દોઢિયા કે જુદાજુદા સ્ટેપ વાળા ગરબા શીખવામાં આવે છે અને નવ દિવસ નવરાત્રિમાં ગરબા ગાવા યુવા પેઢીમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

વડોદરા માં આવોજ થનગનાટ જોવા મળી રહ્યો છે અને મનપા દ્વારા નજીવા ભાડે આપેલ ગરબા ગ્રાઉન્ડમાં આયોજકો એ તૈયારીઓને ઓપ આપી દિધો છે.