વડોદરા-સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ,બરફના કરા પડ્યા!

0
29

 

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા અને સુરતમાં વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં વડોદરામાં કરા પડ્યા હતા.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર, ખૌટારામપુરા, રાજનીવડ , વડગામ, ડોંગરીપાડા, કોલવાણ, મોટીદેવરૂપણ, ઉમરદા સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો, જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બરફના કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે.

જ્યારે વડોદરાના ગોત્રી, ગોરવા,શેરખી સહિતના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતા.
શહેરના કારેલીબાગ બુદ્ધદેવ સોસાયટી સામે સ્લમ કોટર્સ પાસે, સલાટવાડા ગવર્મેન્ટ કોલોની પાસે, સન રેસીડેન્સી ગાયત્રી પેટ્રોલ પંપ પાછળ ઉંડેરા, અલકાપુરી સોસાયટી સીએચ જ્વેલર્સ વાળી ગલીમાં મેઇન રોડ અને આરસી દત રોડ અલકાપુરી એક્સપ્રેસ હોટલ વાળા મેઈન રોડ પર ઝાડ પડ્યાના બનાવ બન્યા છે. આમ શહેરમાં કુલ પાંચ ઝાડ ધરાશાઈ થયાના બનાવો બન્યા હતા.