વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

0
20

વડોદરામાં આવેલા સુરસાગર તળાવની મધ્યે સર્વેશ્વર મહાદેવજીની સુવર્ણ જડિત 111 ફૂટની પ્રતિમા બિરાજે છે. મહાશિવરાત્રિના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્થે સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવજીની આ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. રાત્રીના સમયે પણ ભક્તોને આ પ્રતિમાના અલૌકિક દર્શન થાય તે માટે પ્રતિમાની ચોતરફ વિશિષ્ટ પ્રકારની લાઇટિંગ ફિક્સ કરવાની વ્યવસ્થા કાયમી ધોરણે કરવા આવી છે. 

મીડિયા અહેવાલ મુજબ, વડોદરા કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સુવર્ણ જડિટ સર્વેશ્વર મહાદેવની પ્રતિમા નજીક કાયમી ધોરણે વિવિધ રંગની લાઇટિંગ ફિક્સ કરવામાં આવી છે. જે હેઠળ નવી સ્પોટ લાઇટ, વોલ વોશર સહિત ગ્રાઉન્ડ લાઇટ કાર્યરત કરાઈ છે. આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇલેક્ટ્રિકલ લાઇસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવ મગાવવામાં આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટરોમાંથી સૌથી લોવેસ્ટ ઓફર રૂ. 20 લાખ 46 હજારની આવી હતી. 

લોવેસ્ટ ઓફર કરનાર કોન્ટ્રાક્ટરને લાઇટિંગની કામગીરી સોંપાઈ

આથી લોવેસ્ટ ઓફર કરનાર કોન્ટ્રાક્ટરને લાઇટિંગની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે હવે કોન્ટ્રાક્ટર મારફતે કરાવેલી કામગીરી મામલે કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિને આગામી બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરાશે. રિપોર્ટ મુજબ, ચીફ એકાઉન્ટન્ટે પણ આ કામગીરીનો ખર્ચ સ્ટ્રીટ લાઈટનાં કેપિટલ બજેટ હેઠળ પાડવા અર્થે સમર્થન આપ્યું હતું. ત્યારે હવે માહિતી છે કે રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટમાંથી આ લાઇટિંગ કામગીરીનો ખર્ચ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે સર્વેશ્વર મહાદેવજીની સુવર્ણ જડિત આ પ્રતિમાનું નિર્માણ અંકશાસ્ત્ર, જ્યોતિષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગ વિજ્ઞાન મુજબ થયું છે.  મૂળ ઓડિશાના કારીગર અને તેમની ટીમે આ સુવર્ણ પ્રતિમા બનાવી હતી.