વલભીપુર નજીક અકસ્માત:2 યુવાનો ના મોત

ભાવનગર ના વલભીપુર નજીક સર્જાયેલા અકસ્માત માં 2 યુવાનો ના કરુણ મોત થયા હોવાના અહેવાલ મળી
રહ્યા છે. વિગતો મુજબ ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્‍તારમાં રહેતા કિશોરભાઇ વેજલીભાઇ ખેરાળા (ઉ.વ.ર૪) અને અશ્વિનભાઇ ગોરધનભાઇ જેઠવા (ઉ.વ.રર) મોટર સાયકલ લઇ પાટણા -ભાલગામે કેટરીંગ કામ અર્થે જઈ રહ્યા હતા,જ્યાં અયોધ્‍યાપુર નજીક મોટરકાર સાથે બાઇક ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં બાઇક ઉપર જઇ રહેલા બંને યુવાનોના ગંભીર ઇજા થવાથી ઘટના સ્‍થળે જ કરૂણ મોત નિપજયા હતા.અકસ્‍માતની જાણ થતા જ વલ્લભીપુર પોલીસનો સ્‍ટાફ દોડી ગયો હતો અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ ને પગલે અરેરાટી પ્રસરી ગઈ હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com