વલસાડના નાનાપોંઢા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભા ગજવશે ; ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

0
38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગયા બાદ તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે કપરાડાના નાનાપોંઢા ખાતે જાહેરસભાને સંબોધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી પહેલી વખત કપરાડા ખાતે આવી રહ્યાં છે. પી.એમ. બન્યા બાદ કપરાડા તાલુકામાં પ્રથમ વખત જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2012માં આ વિસ્તારમાં જાહેર સભાને સંબોધી હતી.

નાનાપોંઢા ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે.
વડાપ્રધાનની એસપીજી ટીમ પણ છે અને નાનાપોંઢા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

સભામાં 50 હજારથી વધુ લોકો આવે તેવી ગણતરી છે.
અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના ભાજપના પ્રદેશ કક્ષાના હોદ્દેદારો, રાજ્ય મંત્રીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.