વલસાડમાં ખાણ ખનીજ વિભાગ ઊંઘે છે? રેતી માફિયાઓની 29 ટ્રકો ઝડપાતા પરપોટો ફૂટયો

0
63

વલસાડ પંથકમાં મોટી દાંતી અને નવસારીના દરિયા કિનારે મોટાપાયે રેતી ખનન કરી રહેલા ખનીજ માફિયાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવતા માફિયાઓ ફફડી ઉઠ્યા હતા તંત્ર દ્વારા વલસાડ તાલુકાના મોટી દાંતી દરિયા કિનારે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની ઉઠેલી ફરિયાદ બાદ ડુંગરી પોલીસે વાઘલધરા અને છરવાડા વિસ્તારમાં રેતી ભરેલી ટ્રક ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા રેતી માફિયાઓ ફફડી ઉઠ્યા છે.

વાઘલધરા અને છરવાડા ખાતે કરવામાં આવેલા ચેકીંગમાં 29 જેટલા ટ્રક સામે મોટર વહિકલ એક્ટ હેઠળ ડુંગરી પોલીસે કાર્યવાહી કરી હતી.
જોકે,ખાણ ખનીજ વિભાગ અસ્તિત્વમાં હોવાછતાં રેતી માફિયાઓ ગાંઠતા નહિ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે
મહત્વનું છે કે સ્થાનિક લોકોની ફરિયાદ બાદ વલસાડ કલેક્ટર, SP સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ ઉપર જઇ મોટી દાંતીમાં થતું ધોવાણ અંગે રૂબરૂ જાણ્યું હતું અને તરતજ પોલીસે એક્શન લીધા છે પણ ખનીજ વિભાગ દ્વારા અત્યારસુધી કેમ એક્શન ન લેવાયા તે મુદ્દો લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.