વલસાડમાં સરકારી જમીન વેચી ખાનારા બિલ્ડર વશી અને જમીન ખરીદનાર સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહેતા અનેક સવાલો ઉઠ્યા છે આ કાંડમાં સામેલ તમામ ગુનેગારો સામે કાર્યવાહી કોણ કરશે તેનો જવાબ કોણ આપશે? આ આખા ખેલમાં સરકારી જમીન વેચી મારવાનું પાપ કરનારાઓ સામે અત્યાર સુધી કેમ પગલાં ન ભરાયા તે મુદ્દો પણ સૂચક છે.
વલસાડમાં લોટસ હોસ્પિટલની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર હાલ થઈ રહેલા કોમર્શીયલ બાંધકામનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ જમીન સરકારશ્રીની હોય સુઓમોટો દાખલ કરી, સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સહિત આ સરકારી જગ્યા પર થઈ રહેલા બાંધકામ ઉપર સ્ટે આપવા સહિતઆ ફરિયાદને માનનીય મુખ્યમંત્રીના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવા માટે રજુઆત પણ થઈ ચૂકી છે ત્યારે આ પ્રકરણમાં હજુ ઠોસ પગલાં નહિ ભરાતા સવાલો ઉભા થયા છે.
વલસાડ ન.પાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન સરકાર પાસેથી મેળવ્યા બાદ આ જમીન ઉપર પાલિકાના કર્મચારીઓ માટે ફ્લેટ તૈયાર થયા અને ત્યારબાદ બિલ્ડર હિમાંશુ વશીએ તે ફ્લેટ ખરીદી વેચાણ કરવાનો આખો જે ખેલ ખેલાયો તે આખી વાતજ ગેરકાયદે હોવાછતાં આ પ્રકરણમાં કોઈએ રસ નહિ લેતા આખું તંત્ર શંકાના ઘેરામાં આવી ગયું છે.
આ જમીન સરકારી છે જે ભુતકાળમાં નગરપાલિકા વલસાડ તથા અન્યો દવારા આ સરકારી જમીનનો ખોટા દસ્તાવેજો કરવાનો મામલો છે અને ત્યાર બાદ ખાનગી વ્યક્તિ ને દસ્તાવેજો કરી આપેલ છે આ જમીન પર હાલ કોમર્શીયલ બાંધકામ થઈ રહ્યું છે અને અખબારમાં આખી વાત ઉજાગર કરવામાં આવે તેમછતાં તંત્ર કાર્યવાહી કરતું નથી તે વાત પણ અનેક સવાલો ઉભા કરે છે આ મામલો જનહીત સાથે જોડાયેલો છે તેમછતાં જવાબદાર અને વગદાર લોકો બિન્દાસ છે અને કોઈ કાર્યવાહી થતી નથી તે મામલો ખુબજ ગંભીર છે.
જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવે કે વગદારો કેટલા બિન્દાસ હોય અને ગેરકાયદે મામલો ત્યાં નડતો નથી તે વાત જાણે કે વાસ્તવિકતા હોય તેવું લાગ્યા વગર રહેતું નથી.
પાછલા વર્ષોમાં સરકારી જમીન હડપ કરવાનો જે આખો ગેરકાયદે ખેલ ખેલાયો તે એક ગુનો છે અને એમાં સંડોવાયેલા તમામ લોકો ગુનેગાર છે અને આ ગુનેગારોને છાવરી તેઓને આડકતરી રીતે મદદ કરનાર તમામ સામે કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી પણ મીડિયામાં આખી મેટર આવ્યા બાદ આ સરકારી જમીન ઉપર જે રીતે ખાનગી કન્ટ્રકશન થઈ રહ્યું છે તે વાત એથીય વધુ ગંભીર છે ત્યારે સત્યડે આ સરકારી જમીન જનહીતમાં ખાલસા કરવા સતત અભિયાન ચલાવી રહ્યું છે અને તંત્ર ક્યારે પગલાં ભરશે ? તે સવાલ ફરી એક વખત વલસાડની જનતા પૂછી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં આ સરકારી જમીન વેચી મારવાના પ્રકરણમાં સત્યડેના માલિક અને તંત્રી ગુલઝાર ખાન દ્વારા જિલ્લા સમાહર્તાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને જમીનની કાયદાકીય તપાસ કરી આ જમીન સરકારશ્રીની હોય સુઓમોટો દાખલ કરી અને સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજ કરવામાં આવી છે.
.