વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખુશ ખબર છે અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2023-24 માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરી શકે છે, આ માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા I-KHEDUT પોર્ટલ ઉપર તા.31મી મે 2023 સુધી અરજી કરી શકાશે.
બાગાયત ખાતાની યોજનાઓ જેવીકે વેલાવાળા શાકભાજીના કાચા/અર્ધપાકા/પાકા મંડપ બનાવવા માટે સહાય, જૂના બગીચાઓનું નવીનીકરણ/નવસર્જન કેનોપી મેનેજમેન્ટ માટે સહાય, પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ)માં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ, મિશન મધમાખી કાર્યક્ર્મ, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય, ગ્રીનહાઉસ/નેટહાઉસમાં બાંધકામમાં સહાય,પ્લગ નર્સરી/નર્સરીમાં સહાય, પક્ષી/કરા સામે સંરક્ષણ નેટમાં સહાય, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાક વાવેતર માટે,વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક વાવેતર માટે સહાય, ટીસ્યુકલ્ચર ખારેક્ની ખેતીમાં સહાય, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર, ડ્રીપ ઈરીગેશન માટેના પાણીના ટાંકા, નવી ટીસ્યુકલ્ચર લેબની સ્થાપના, રાઈપનીંગ ચેમ્બર, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઈનના ઇંન્ડકશન અને આધુનિકરણ માટે સહાય, ટૂલ્સ/ઈકવીપમેંન્ટ શોર્ટીગ ગ્રેંડીગ સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સ, ઔષધીય/સુગંધીત પાકોના વાવેતર માટે સહાય, પેકીંગ મટીરીયલ ખરીદીમાં સહાય, કંદ ફૂલો, દાંડી ફૂલો, ઈકો ફ્રેન્ડલી લાઈટ ટ્રેપ, પ્લાસ્ટીક મલ્ચ લેઈંગ મશીન,પ્રી-કૂલીંગ યુનિટ, નિકાસકારોને બાગાયતી પાકો (કેરી)ની રેડીયેશન પ્રકિયા માટે સહાય, હાઈબ્રીડ શાક્ભાજી વાવેતર માટે સહાય, છૂટા ફૂલપાક, કેળ (ટીસ્યુ) અને પપૈયા વાવેતર માટે, પ્રાઈમરી/મોબાઈલ/મીનીમલ પોસેસિંગ યુનિટ, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા તાલીમ, ટ્રેકટર (20 PTO HP સુધી) અને પાવર ટીલર (BHP થી વધુ), નર્સરીની માળખાગત સુવિધા વધારવામાં સહાય, વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો, ફળપાક પ્લાન્ટિંગ મટિરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વપરાતા વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, સરગવો/નાળિયેરીના વાવેતરમાં સહાય, મસાલાપાકો (રાઈઝોમેટીક સ્પાઈસ)ની વાવેતરમાં સહાય, રેફીજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, બાયોકંટ્રોલ લેબોરેટરીની સ્થાપના માટે સહાય જેવી વિવિધ કાર્યરત યોજનાઓનો લાભ લઈ શકાશે.
આ યોજનાઓનો લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઇ સંબંધિત ઘટકમાં સમયસર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિંન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે દિન -15 માં નાયબ બાગાયત નિયામકની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક વલસાડ શાખાની સામે, તિથલ રોડ, વલસાડ, ખાતે જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.