વલસાડ:વલસાડ સીબી હાઈસ્કુલનાં ગ્રાઉન્ડમાં હાલ મેલો ચાલી રહ્યો છે.ત્યારે મેળામાં ચાલતી ચકડોળમાં બેસવા જતા વલસાડ ગ્રીનપાર્ક વિસ્તારના ચાર યુવકોની ચકડોળ ચલાવનાર કર્મચારીઓ સાથે રકઝક થઇ ગઈ હતી જે અચાનક મારામારીમાં પરિણમતા પોલીસે ઘટના સ્થળ પર પહોચી મારામારી અટકાવી હતી અને મોળી રાત સુધી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
વલસાડ શહેર માં સીબી હાઈસ્કુલનાં મેદાન સ્થિત મેળામાં ચકડોળમાં બેસવા મામલે ગ્રીનપાર્ક સોસાયટીના ચાર યુવકો અને મેળા ના કર્મચારીઓ વચ્ચેનમારામારી થઇ હતી. વિગતો મુજબ પરવેઝ શેખ,ફહદ માચીસવાલા,હસનેન કાદરી અને અન્સારી નામના યુવકો મેળામાં ફરવા માટે ગયા હતા.જ્યાં ચકડોળમાં એકજ બોક્સમાં ચારેય યુવકોએ સાથે બેસવાના પ્રયત્નો કર્યા હતા જેમને ચકડોળનાં કર્મચારીઓએ અટકાવતા કર્મચારીઓ અને યુવકો વચ્ચે શરૂ થયેલી
બોલાચાલી અચાનક મારામારીમાં પલટાતા પરવેઝ શેખને ઈજાઓ પહુચી હતી, આ મામલો વલસાડ સીટી પોલીસ સુધી પહોચતા પોલીસ સ્થળ પર પહોચી હતી.અને તપાસ શરૂ કરી હતી
આ બનાવ ને લઇ મેળા માં ફરવા આવેલા પરિવારો ઝટપટ પોતાના બાળકો અને મહિલાઓ ને લઇ ઘર ભેગા થઈ ગયા હતા. પોલીસે મારામારી કરનાર મેળા
ના પાંચ કર્મચારીઓની પૂછતાછ હાથ ધરી હતી.