વલસાડ ના સર્કલ તોડવાના પ્રકરણ નો મામલો આખરે સીટી પોલીસ મથક સુધી પહોચ્યો છે,અને 10 થી વધુ સામે પોલીસ ફરિયાદ થઇ છે.
મામલતદાર અર્જુનભાઈ મહાલાભાઈ ખલાસી એ પ્રમુખ સોનલબેન સૉલંકી સહિત તેમના પતિ તેજસ સોલંકી તથા વિરોધ પક્ષ ના નેતા ગીરીશ દેસાઈ, ધર્મિન શાહ, શહેર ભાજપ પ્રમુખ કંદર્પ દેસાઈ, સહિત 10 થી વધુ સામે સરકારી કામ માં રુકાવટ ઉભી કરવા સબબ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી ગઇ છે, સિટી પોલીસ મથક માં ગુરુવારે મળસ્કે 2:15 કલાકે ઇ પી કો ની કલામ ૧૮૭,૧૮૮,અને૧૧૪ મુજબ આ ફરિયાદ કરવામાં આવી છે અને આ માટે જરૂરી પુરાવા પણ રજુ કરવામાં આવ્યા છે.