15 C
Ahmedabad
Sunday, January 23, 2022

વલસાડ ની ભાગડાવડા ગ્રા.પં બેઠક ઉપર ભાજપ v/s ભાજપ નો જંગ ?

Must read

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ભાજપના જ એક અગ્રણી ની ‘ભેદી’ સક્રિયતા સવાલો ઉઠાવે છે

ભાજપના એક પ્રદેશ કક્ષાના હોદ્દેદાર પર અદ્રશ્ય દબાણ આવતા સરપંચ ના એક ઉમેદવાર ને તેઓ ખાનગી માં મદદ કરી રહ્યા ની વાતે રાજકારણ ગરમાયુ : વ્યાપક ચર્ચા

ભાગડાવડા ગ્રામ પંચાયત ઉપર
જુના સરપંચ ધર્મેશ પટેલ,નરેશકાકા પટેલ અને ગૌરવ આહીર સરપંચ પદ માટે ઉભા હોય ઉમેદવારો માં પ્રતિષ્ઠાભર્યો ત્રિપાખીયો જંગ ખેલાશે

દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ ગ્રા.પં ની ચુંટણીઓ માટે ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે અને તેમાંય અહીં ખાસ વાત એવી ગરમ ગરમ ચર્ચા જગાવી રહી છે કે એક બેઠક ઉપર ભાજપ ના જ ભાજપ ને નુકશાન કરાવે તેવી વાતો એ ભારે ચર્ચા જગાવી છે.
હાલ તો આમેય વલસાડ ના ભાગડાવડા ગ્રામ પંચાયતની ચૂંટણી માં ઉભેલા ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠા નો જંગ જોવા મળી રહયો છે અને આ બેઠક ઉપર ભાજપ જાણે ભાજપ વિરુદ્ધ લડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને એક ભાજપ ના આગેવાન તે ઉમેદવાર ને પછાડવા જાણે મેદાન માં ઉતર્યા હોવાની વાતે ભારે ઉત્સુકતા જગાવી છે પરિણામે વલસાડ તાલુકા ના ભાગડાવડા ગ્રામ પંચાયત ઉપર સૌની નજર મંડાયેલી છે.


આમતો વલસાડ જિલ્લામાં 334 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મામલે તમામ ગામો માં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે અને ગ્રામ પંચાયતો અને સરપંચો તથા સભ્યો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.


પરંતુ આ બધા વચ્ચે હાલ તો બધા ની નજર ભાગડાવડા ગ્રામ પંચાયતની બેઠક ઉપર ટકેલી જોવા મળી રહી છે ભાગડાવડા ગ્રામ પંચાયત ની આ બેઠક ઉપર આમતો પહેલી નજરે ત્રિપાંખિયા જંગ નું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. ભાગડાવડા ગામ પંચાયત માંજુના સરપંચ ધર્મેશ પટેલ,નરેશકાકા પટેલ અને ગૌરવ આહીર સરપંચ પદ માટે ઉભા હોય ઉમેદવારો માં પ્રતિષ્ઠા નો જંગ જોવા મળી રહ્યો છે.
જોકે, વાતો એવી પણ ચર્ચા ના પરિઘ માં છે કે ભાજપ ના એક પ્રદેશ કક્ષા ના હોદ્દેદાર પર અદ્રશ્ય દબાણ આવતા સરપંચ ના એક ઉમેદવાર ને તેઓ ખાનગી માં મદદ કરી રહ્યા ની વાત હોય ભાગડાવડા માં ભાજપ v/s ભાજપ નો જંગ વધુ જોવા મળી રહ્યો હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.


જોકે,શિસ્ત આગ્રહી ની વાતો કરતા ભાજપ ના મોટા નેતાઓ આ મામલે રસ લઈ તપાસ કરાવે તો દૂધ નું દૂધ અને પાણી નુ પાણી થઈ જાય તેમ છે.
કારણ કે પક્ષ ના જ જવાબદાર એક આગેવાન આ ઉમેદવાર ને જાણે કે હરાવવા મેદાને પડ્યા હોય તેવી ગતિવિધિઓ શરૂ થતાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
ભાગડાવડા ગ્રા. પં ની બેઠક આ માટે ભારે ચર્ચાનો વિષય બની છે અને સમગ્ર વલસાડ જિલ્લા માં આ ગ્રામ પંચાયત ઉપર શુ થાય છે તે સામે સૌની મીટ મંડાઈ છે અને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article