વલસાડ શહેર માં વધતી જતી ટ્રાફિક સમસ્યા માટે મુખ્ય મુદ્દો ટ્રાફિક નો છે અને ખાસ કરીને મોરારજી દેસાઇ ન્યૂ શાકભાજી મારકેટના ફરતે આવેલા પાર્કિંગ પ્લોટમાં દબાણ,મારકેટના ખાડા,બંધ લાઇટ,રસ્તા પર પથારા અને લારીના દૂષણને દૂર કરવાના મુદ્દે શાકભાજી મારકેટના વેપારીઓ દ્વારા ગતરોજ પાલિકા કચેરીએ વેપારીઓએ આ તમામ મુદ્દે ઉગ્ર આક્રોશ ઠાલવી એક અઠવાડિયામાં આ કામગીરી હાથ ધરવાની માગ દોહરાવી હતી.શહેરના મધ્યે ટાવર,એમજી રોડ,બેચર રોડના ભરચક વેપારીલત્તામાં આવેલી મોરારજી દેસાઇ ન્યૂ શાકભાજી મારકેટના વેપારીઓએ 10 દિવસ પહેલા પાલિકા સત્તાધીશોને શહેરના માર્ગો પર ટ્રાફિક ને નડતરરૂપ લારીઓ,રખડતા ઢોર અને મારકેટની સમસ્યાઅોના નિરાકરણ માટે પાલિકાને રજુઆત કરી હતી અને 2 જાન્યુઆરી સુધી આ સમસ્યાનો નિકાલ કરવાની મુદ્ત આપી હતી જે પૂરી થતા શાકભાજી મારકેટના અગ્રણીઓ રાજૂ મરચાવાળા,અમિત પટેલ સાથે વેપારીઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરીઓ મોરચો માડ્યો હતો.તેમણે પાલિકાના ઓએસ કાંતિભાઇ પટેલ સમક્ષ આ મુદ્ે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.રાજૂ મરચાએ પાલિકા અધિકારીઓને પાર્કિંગમાં દબાણના કારણે લોકો ને વાહન પાર્ક કરવા માટેની જગ્યા મળતી નથી હોવાની રજૂઆતો કરી હતી.આ સાથે મારકેટમાં ખાડાને કારણે ગ્રાહકો અને વેપારીઓને અકસ્માત નું જોખમ રહેતુ હોવાથી મરામત કરવાની માગ કરી હતી.મારકેટમાં પેવર બ્લોક પણ અમુક જગ્યાએ ઉખડી જતા ખાડા પડ્યા છે તેનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.આખા શહેરમાં દબાણ દૂર કરવાની વાત કરતી પાલિકા ખુદ પોતાના જ પાર્કિંગ પ્લોટના પ્રવેશ દ્વાર સામે જ ઘણા વર્ષોથી થયેલા દબાણને દૂર કર શકી નથી. તે વાત ઉડીને આખે વળગી રહી છે ત્યારે ટ્રાફિક નો મુખ્ય મુદ્દો ફરી એકવાર સપાટી ઉપર આવી ગયો છે.