15 C
Ahmedabad
Sunday, January 23, 2022

વલસાડ માં ડિસેમ્બર થી કોરોના ના કેસ વધ્યા રોજ સરેરાશ 2 કેસ સાથે કુલ 19 કેસો આવતા તંત્ર માં દોડધામ

Must read

વલસાડ જિલ્લા માં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કુલ 19 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર એક્શન માં આવી ગયું છે અને કોરોના ને હરાવવા માટે વેકશીન અભિયાન ઉપર ભાર મુક્યો છે.
કોવિડ-19ની ગાઇડલાઇન જ કોરાના સામે રક્ષણ આપી શકે તે માટે વેક્સિનેશન ડ્રાઇવને વધારે અસરકારક બનાવવા માટે પગલાં ભરવામાં આવી રહયા છે.
દક્ષિણ આફ્રિકા સહિતના 9 જેટલા હાઇરિસ્ક દેશોમાંથી વલસાડ આવેલા મુસાફરોનું ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર સ્થિત ચેક પોસ્ટ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લા માં અત્યાર સુધી કુલ 42 મુસાફરોના ટેસ્ટ કરાતા તેઓના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે,જે તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.આ મુસાફરો ને સાત દિવસ બાદ ફરી આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ નેગેટિવ આવે તો પણ તેમને વધુ 7 દિવસનું હોમ ક્વોરન્ટાઇન પાળવા તંત્ર દ્વારા આદેશ જારી કરાયા છે.

જોકે,વલસાડ જિલ્લામાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ થી જ કોરોના ના કેસ આવવાનું શરૂ થયું છે અને જિલ્લામાં પ્રતિદિન સરેરાશ 2 દર્દી નોંધાઈ રહ્યા છે અને કુલ 19 કોરોના ના કેસ નોંધાતા તંત્ર કામે લાગ્યું છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article