વલસાડ શહેર માં સ્ટેશન રોડ ઉપર આવેલ સર્કલ ને તોડી પાડવાની ઘટના માં પાલિકા પ્રમુખ અને નગરજનો ના વિરોધ વચ્ચે મામલો પેચીદો બન્યો હતો, નામદાર કોર્ટ ના આદેશ નો પોલીસે અમલ કર્યો હતો,તો બીજી તરફ સર્કલ ટ્રાફિક માટે જવાબદાર નથી તેમ પાલિકા પ્રમુખ અને તેમના સાથીઓ નું કહેવું હતું.
જોકે, વાત આખી જ્યુડિશિયલ હોવાથી ઉપર ની કોર્ટ માં જઇ ને આ મુદ્દા ને પોઝીટીવ રૂપ આપી શકત પરંતુ તેમાં થયેલા વિલંબ ને પગલે તંત્ર દ્વારા કોર્ટ ના આદેશ ને માન આપી તેને પૂર્ણ કરાયો છે.
રાત્રે આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી અને દોડધામ ના દ્રષ્યો જોવા મળ્યા હતા.સર્કલ તોડવાનો વિવાદ 9.20 કલાકથી ચાલુ થઇ ગયો હતો. જેમાં ભાજપીઓ અને પ્રાંત અધિકારી વચ્ચે લાંબી રકઝક ચાલી હતી. આ રકઝક બાદ સોનલબેન આડે આવતાં તેમને હટાવવા માટે મહિલા પોલીસની ગેરહાજરી ઉડીને આખે વળગી હતી.
જેસીબીને અટકાવવા માટે પાલિકા પ્રમુખ સોનલ સોલંકી સાથે સર્કલ તોડવાના વિરોધમાં કોંગી કોર્પોરેટર ગિરીષ દેસાઇ, પપ્પુ પટેલ, સંજય ચૌહાણ સાથે રહ્યા હતા.