વલસાડ માં ગાંજો,દારૂ ,ગુટખા ના નશા માં બાળાઓ ના કોલગર્લ રેકેટ નો પર્દાફાશ થતા ભારે ચકચાર મચી ગઇ છે વલસાડ માં સ્લમ વિસ્તારમાં ઝડપાયેલા આ સનખેજ નેટવર્ક માં બાળાઓ સાથે સેક્સ માણનાર ઈસમો ઉપર પોસ્કો હેઠળ બળાત્કાર ના પગલાં ભરાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ ચોંકાવનારી વાત ત્યારે બહાર આવી કે જ્યારે અહીંની સ્થાનિક આશ્રય હોસ્પિટલમાં પેશન્ટ ના ચોરાયેલા લેપટોપની ચોરીની ઘટનામાં સિટી પોલીસે ઝડપી પાડેલા તરૂણી અને તેના બોયફ્રેન્ડ ની પૂછપરછ માં રેલો વલસાડના ધોબીતળાવ માં પહોંચ્યો હતો. કારણકે લેપટોપ ચોરનાર તરુણી એ તે લેપટોપ ધોબી તળાવ માં રહેતી એક 15 વર્ષ ની બાળા ને આપ્યું હતું અને આ બાળા અહીં 15થી 17 વર્ષની 10થી 15 જેટલી સગીર વયની તરૂણીઓ ના ગ્રુપ ની લીડર હોવાનું સામે આવ્યું છે અહીં દારૂ, સિગારેટ, ગુટખા તેમજ ગાંજાની લતે ચઢી ગયેલા આ ગ્રુપ ની નાની બાળાઓ નશાની તલપ માટે કાચી ઉંમરે પોતાના દેહનો સોદો કરતી હોવાનો ખુલાસો થતા પોલીસ ચોકી ઉઠી છે.
વિગતો મુજબ વલસાડ ના હાલરરોડ સ્થિત આશ્રય હોસ્પિટલમાં એડમિટ કાકડમટી ગામની મહિલાની નવજાત બાળકીની દેખભાળ માટે ત્યાં રહેતા મહિલાના નાના ભાઇ હાર્દિક ઉત્તમભાઇ પટેલ નું લેપટોપ અને પૈસા ભરેલા પાકીટ સાથેની બેગની ગત તા. 28-11-20ના રોજ ચોરી થઈ જતા સિટી પોલીસ માં ફરિયાદ થઈ હતી જેમાં હોસ્પિટલના સીસી ટીવી ફૂટેજને આધારે હાથ ધરેલી તપાસ દરમિયાન, બે મહિના અગાઉ અહીંના દ્વારકા પાંવભાજી સેન્ટર સામેથી બાઇકની ચોરીના ગુનામાં વોન્ટેડ 17 વર્ષીય સગીરા એ જ લેપટોપની ચોરી કરી હોવાનું ખૂલતા રાજકુમાર ઉપાધ્યાય અને તેંમની ટીમે વલસાડના કલ્યાણ બાગ વિસ્તાર માં આ સગીરા અને તેનો ફ્રેન્ડ અરબાઝ જોવા મળતા બંને જણાને ઊંચકી લાવી પુછતાછ કરતા તેઓ એ જ આશ્રય હોસ્પિટલમાંથી લેપટોપ ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ બે મહિના પહેલાં દ્વારકા પાંઉભાજી સેન્ટર પાસેથી બાઇકની ચોરી કરી હોવાની કરેલી કબૂલાતને આધારે પોલીસે આરોપી અરબાઝ ઉર્ફે અબુની ધરપકડ કરી હતી. જ્યારે 17 વર્ષીય સગીરા ને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી હતી. સીટી પોલીસની ટીમે પારનેરા ઉર્વીનગરની પાછળના ભાગે આવેલ નહેર પાસે તપાસ કરતા અહીં દારૂની સંખ્યાબંધ ખાલી બોટલો મળી આવી હતી, પોલીસે સગીરાની કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 17 વર્ષીય સગીરાએ કરેલી કબૂલાત મુજબ લેપટોપની ચોરી કર્યા બાદ તેણીએ વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં રહેતી માત્ર 15 વર્ષીય એક બાળા ને લેપટોપ વેચવા માટે ગ્રાહક શોધવા આપ્યું હોવાનું જણાવતા પોલીસે લેપટોપ ચોરીના પ્રકરણમાં પૂછપરછ માટે આ બાળા અને તેની માતા ને પોલીસ મથકે બોલાવી પૂછપરછ માં આ લેપટોપ તેને બહેનપણીએ વેચવા આપ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, આ બાળા ની પૂછપરછમાં બહાર આવ્યું કે લેપટોપ ચોરનાર સગીરા અને તેના જેવી 15થી 17 વર્ષની ઉંમરની 10થી 15 જેટલી તરૂણીઓનું આખું ગ્રુપ છે. એ તમામ તરૂણીઓ દારૂ, ગુટખા, ગાંજાની બંધાણી બની ગઈ છે. 15 વર્ષીય બાળા આ ગ્રુપની લીડર છે અને તેણે જ તમામ તરૂણીઓને નશાની લતે ચઢાવી દીધી છે. આ તરૂણીઓ દારૂ, ગુટખા તથા ગાંજાની પડીકી માટે દેહ વક્રીય નો ધંધો પણ કરી રહી છે અને નશાની લત સંતોષવા તેઓ ચોરીના રવાડે ચઢી ગઈ હોવાનું પણ પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે.
વલસાડ સીટી પોલીસ મથકમાં મહિલા પોલીસકર્મીએ 15 વર્ષીય બાલા નેે પૂછ્યું કે તે ગાંજા, ગુટખા માટે અત્યાર સુધીમાં કેટલા યુવાનો સાથે સંબંધ બાંધી ચૂકી છે, તેમ પૂછતાં બાળા એ કહ્યું કે તેને યાદ નથી પણ લગભગ 30 જેટલા યુવાનો સાથે સંબંધ બાંધ્યો હોવાનું સ્વીકાર્યું હતુ. તેની સાથે ફરતી અન્ય 15થી 17 વર્ષીય 10થી 12 જેટલી તરૂણીઓ આ બદી માં ફસાઈ ગઇ હોવાનો ખુલાસો થતા હાહાકાર મચી ગયો છે.