ગુજરાત માં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અનેવલસાડ જિલ્લામાં આજોરોજ 303 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જે માટે તંત્રએ દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી હતી .જિલ્લાના 6 તાલુકાના 6 લાખ 98 હજાર 645 દ્વારા મતદારો બેલેટ પેપરથી મતદાન કરી રહ્યાં છે.
ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીની છેલ્લા દોઢ માસથી થઇ રહેલી તૈયારી બાદ જિલ્લાના 876 મતદાન મથકે મતદાન હાથ ધરાયુ છે.આ ચૂંટણીમાં કુલ 6,98,645 મતદારો નોંધાયા હતા .આ મતદારો તેમની ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ બેઠકના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
સરપંચ પદ માટે 301 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઉતર્યા છે.જ્યારે 2196 વોર્ડ બેઠકના ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે.કોઈ અનિરછનીય બનાવ ના બને એ માટે વલસાડ પોલીસ અને જિલ્લા બહાર થી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જેમાં વલસાડ જિલ્લા માં 280 હોમગાર્ડ 1 ડી.એસ.પી 1 એ.એસ.પી 2 ડીવાયએસપી 8 પીઆઇ 28 પીએસઆઇ અને 906 જેટલા પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા છે અને આ સાથે જિલ્લા બહાર થી 858 હોમગાર્ડ 252 પોલીસ અને 2પ્લાટુન એસ.આર.પી ના જવાનો ખડેપગે બંદોબસ્ત માં ખડે પગે સેવા બજાવી રહ્યા છે.